Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

દેશમાં કોરોનાના કેસમાં મોટી રાહત : કેરળમાં ઘટતા કહેર વચ્ચે દેશમાં નવા 13.183 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 26.566 દર્દીઓ રિકવર થયા : વધુ 177 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.50.991 થયો :એક્ટીવ કેસ 2.07.937 થયા : કુલ કેસની સંખ્યા 3.39.84.479 થઇ

સૌથી વધુ કેરળમાં 6996 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1736 કેસ, તામિલનાડુમાં 1303 કેસ, પશ્ચિમ બંગાળમાં 606 કેસ,ઓરિસ્સામાં 448 કેસ, આંધ્રપ્રદેશમાં 310 કેસ, મિઝોરમમાં 307 કેસ, કર્ણાટકમાં 373 કેસ,આસામમાં 270 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 13.183 કેસ નોંધાયા છે. જ્યારે 26.566 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 13.183 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 177 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.50.991 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 13.183 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.39.84.479 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.07.937 થઇ છે છેલ્લા 24 કલાકમાં 26.566 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.33.12.451 લોકોએ કોરોનાને મહાત આપી છે
  દેશમાં સૌથી વધુ કેરળમાં 6996 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1736 કેસ, તામિલનાડુમાં 1303 કેસ, પશ્ચિમ બંગાળમાં 606 કેસ,ઓરિસ્સામાં 448 કેસ, આંધ્રપ્રદેશમાં 310 કેસ, મિઝોરમમાં 307 કેસ,  કર્ણાટકમાં 373 કેસ,આસામમાં 270 કેસ નોંધાયા  છે

(1:06 am IST)