Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મંત્રીનો પુત્ર આશિષ મિશ્રા થારમાં હતો !: SIT ને મોટા પુરાવા મળ્યા : પોલીસે બે દુકાનોના DVR કબજે કર્યા

પોલીસે લાઇસન્સવાળી રાઇફલ અને પિસ્તોલ પણ જપ્ત કરી જે ફોરેન્સિક તપાસ માટે મોકલાયા :બંને હથિયારો આશિષ મિશ્રાના નામે

લખીમપુર હિંસા કેસમાં SIT ને મોટા પુરાવા મળ્યા છે. પોલીસે સ્થળ પરથી બે દુકાનોના ડીવીઆર કબજે કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીકુનિયા માં હિંસા થઈ ત્યારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના આરોપી પુત્ર આશિષ સ્થળ પર હતા. તે સમયે તેણે સફેદ શર્ટ પહેર્યો હતો. તે SIT દ્વારા મળેલા CCTV માં પણ દેખાય છે. આ ફૂટેજના આધારે પોલીસે આશિષની ધરપકડ કરી હતી.

જે થાર જીપમાંથી ખેડૂતો કચડાયા હતા તેમાં સફેદ શર્ટ પહેરેલો માણસ આરોપી આશિષની જેમ બેઠેલો જોવા મળે છે. જોકે, હિંસા બાદ એવો દાવો કરવામાં આવ્યો હતો કે જીપ ડ્રાઇવર હરિઓમ ડ્રાઇવ કરી રહ્યો હતો અને તેણે સફેદ શર્ટ પહેર્યો હતો. તેને ખેડૂતોએ માર માર્યો હતો, પરંતુ ડ્રાઇવર હરિઓમનો મૃતદેહમાં પીળા પટ્ટાવાળો શર્ટ મળી આવ્યો હતો.
પોલીસે લાઇસન્સવાળી રાઇફલ અને પિસ્તોલ પણ જપ્ત કરી છે, જે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. આ બંને હથિયારો આશિષ મિશ્રાના નામે છે. એક મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આશિષ મિશ્રાની પોલીસ કસ્ટડી પર સુનાવણી આજથી (સોમવાર) શરૂ થઈ છે. પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. 9 ઓક્ટોબરના અંતમાં, આશિષને ધરપકડ બાદ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

13 જુલાઈ, 2018 થી આશિષના થારનો પણ વીમો નથી. જેના કારણે મોટર વ્હીકલ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે. આ કારણે, મૃતકના દાવા પર, તેણે વળતરની રકમ ચૂકવવી પડશે,3 ઓક્ટોબરે બપોરે 3 વાગ્યાની આસપાસ લખીમપુર જિલ્લા મુખ્યાલયથી 70 કિલોમીટર દૂર નેપાળની સરહદ નજીક આવેલા ટીકુનિયા ગામમાં ખેડૂતો મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ત્રણ વાહનો (થાર જીપ, ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો) ખેડૂતોને કચડી નાખતા ગયા. આ ઘટનાને લઈને રોષે ભરાયેલા ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. આ હિંસામાં કુલ 8 લોકોના મોત થયા હતા. જેમાં 4 ખેડૂતો, એક સ્થાનિક પત્રકાર, બે ભાજપના કાર્યકરોનો સમાવેશ થાય છે.

(12:52 am IST)