Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

ઉન્નાવ દુષ્કર્મ કેસ :સીબીઆઈએ ચાર્જશીટ કરી દાખલ: કુલદીપસિંહ સેંગર સહીત સામે હત્યાનો આરોપ નહી

ડ્રાઇવર આશિષકુમાર પાલ પર બેદરકારીનાં કારણે હત્યા, ઘાયલ ઈજા અને સ્પીડમાં ડ્રાઇવિંગનો આરોપ

નવી દિલ્હી : સીબીઆઇએ ઉન્નાવ રેપ પીડિતાની સાથે અકસ્માત કેસમાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. દુષ્કર્મ પીડિતા દુર્ઘટના કેસમાં કુલદીપ સેંગર અને તેના સહયોગીઓ વિરુદ્ધ સીબીઆઈની ચાર્જશીટમાં હત્યાના કોઈ આરોપો મૂકવામાં આવ્યા નથી. આ અકસ્માત દરમિયાન ઉન્નાવ દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી જ્યારે તેના બે સગાસંબંધીઓ મોતને ભેટ્યા હતા.

  સીબીઆઈએ આરોપીઓ સામે હત્યાનો આરોપ મૂક્યો છે. કુલદીપસિંહ પર ગુનાહિત કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો,છે  જ્યારે ડ્રાઇવર આશિષકુમાર પાલ પર બેદરકારીનાં કારણે હત્યા, ઘાયલ ઈજા અને સ્પીડમાં ડ્રાઇવિંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ડ્રાઈવર આશિષકુમાર પાલ સામે આઈપીસીની કલમ 304-એ, 338 અને 279 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. લખનઉમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કુલદીપસિંહ સેંગર અને અન્ય આરોપીઓ પર 120 બી હેઠળ ગુનો દાખલ કરાયો છે.

  સીબીઆઈ એ સાબિત કરી શક્યું નહીં કે દુષ્ક્રમની પીડિતાની કારને ટ્રક ડ્રાઇવર આશિષ પાલે ટક્કર મારી હતી તે એક ષડયંત્રનો ભાગ હતો. નોંધપાત્ર વાત એ છે કે સેંગર પર દુષ્કર્મનો આરોપ લગાવનાર પીડિતાનું એક્સિડેન્ડ થઇ ગયુ હતુ અને તેણે સીબીઆઈ સમક્ષ અકસ્માત પાછળ પૂર્વ ધારાસભ્યનો હાથ હોવાનું જણાવ્યુ હતુ. આપને જણાવી દઈએ કે, પીડિતાએ સીબીઆઈ સમક્ષ સ્પષ્ટ કહ્યું છે કે, 'કુલદીપસિંહ સેંગરે તેને રાયબરેલી હાઈવે ઉપર અકસ્માતમાં મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.

(1:47 pm IST)