Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

ભારતે ચીની નાગરિકોને ઇ-વીઝામાં આપી છૂટછાટ

હવે એક વીઝા પર પાંચ સુધી મલ્ટીપલ એન્ટ્રીની સુવિધા

નવી દિલ્હી તા. ૧ર : ચીની રાષ્ટ્રપતિ શી જીનપીંગની ભારતયાતરા અને વડાપ્રધાન મોદી સાથે અનૌપચારિક શિખર સંમેલન દરમ્યાન નવી દિલ્હીએ ગઇકાલે ચીની નાગરીકો માટે વીઝાના નિયમોમાં મહત્વ પૂર્ણ છુટછાટની જાહેરાત કરી હતી. તેના અનુસાર, હવે ચીની નાગરીકોને પાંચ વર્ષની મુદત માટે વીઝા અપાશે બન્ને નેતાઓ વચ્ચેની વાતચીતના મુદ્દાઓમાં આ એક એવો મુદ્દો હતો જે ચીન તરફથી વારંવાર ઉઠાવાઇ રહ્યો હતો આ જાહેરાત પછી હવે ચીની પ્રવાસીઓ ભારતના લાંબો સમય રોકાઇ શકશે. પાંચ વર્ષના મલ્ટીપલ એન્ટ્રી ઇ-ટુરીસ્ટ વીઝાની ફી લગભગ પ૬૦૦ રૂપિયા (૮૦ ડોલર) રહેશે.

ભારતીય દુતાવાસ દ્વારા બહાર પડાયેલ પ્રેસનોટમાં કહેવાયું  છે કે ભારત સરકારે ચીની નાગરિકો માટે વીઝા ફી અને મુદ્દત માટે ના ઇ-વિઝા નિયમો ઉદાર બનાવ્યા છે. હાલમાં ઇ-વિઝા ટુંકા સમયગાળામાં માટે આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર ઇ-વિઝાની વેલીડીટી ૬૦ દિવસની હોય છ.ે

આ પહેલા બન્ને રાષ્ટ્રનેતાઓ વચ્ચે મહાબલીપુરમમાં મુલાકાત થઇ હતી અને બન્નેએ ત્યાં મહાબલીપુરમના કુદરતી સૌંદયની મોજ માણી હતી અને રાત્રે દક્ષીણ ભારતીય ભોજનની મજા લીધી હતી. વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિને તાંજાવુરનું પેન્ટીંગ અને એક નચિયારકોઇલ દિપક ભેટ આપ્યો હતો પેન્ટીંગમાં દેવી સરસ્વતી વિણા વગડાતા દેખાય છ.ે ૧૦ ફુટ ઉંચા અને ૧૦૮ કિલો વજનના નચિયાર કોઇલ દિપક પર સોનાનો ઢોળ ચડાવેલો છે તેન ેઆઠથી વધારે કલાકારોએ ૧ર દિવસમાં તૈયાર કર્યો હતો.

(11:27 am IST)