Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

વૈશ્વિક સ્તરે ફરી વાગ્યો ભારતનો ડંકો : 188 વોટથી મેળવી UN માનવાધિકાર પરિષદની સદસ્યતા : ચાર દેશોને માત આપી ભારતે બાજી મારી

ી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના સદસ્યના રુપમાં ભારતે ભારે મતોથી જીત મેળવી છે. સંયુક્ત રાષ્ટ્રની 193 સદસ્યોની મહાસભામાંમાં આગામી ત્રણ વર્ષ માટે માનવાધિકાર પરિષદના નવા સદસ્યોની ચૂંટણી કરવામાં આવી હતી.પરિષદના સદસ્યો ગુપ્ત મતદાન દ્વારા પૂર્ણ બહુમતના આધારે ચુંટાય છે. પરિષદમાં ચુંટાવવા માટે કોઈપણ દેશને ઓછામાં ઓછા 97 વોટની જરૂર હોય છે. ભારતની 188 વોટથી જીત થઈ હતી. એશિયા પ્રશાંત ક્ષેત્રમાંથી માનવાધિકાર પરિષદમાં કુલ પાંચ સીટો છે. આ માટે ભારત સિવાય બહરીન, બાંગ્લાદેશ,ફિજી અને ફિલીપાઇન્સે પોતાનું નામાંકન ભર્યું હતું. આ દેશો વચ્ચે ભારતની જીત નક્કી માનવામાં આવી રહી હતી. નવા સદસ્યોનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2019થી શરૂ થઈને ત્રણ વર્ષ સુધી ચાલશે. ભારત આ પહેલા 2011થી 2014 અને 2014થી 2017 એમ બે વખત માનવાધિકાર પરિષદનું સદસ્ય રહી ચુક્યું છે. ભારતનો અંતિમ કાર્યકાળ 31 ડિસેમ્બર 2017ના રોજ સમાપ્ત થયો હતો. યૂએનમાં ભારતના સ્થાયી રાજદૂત સૈયદ અકબરુદ્દીને ટ્વિટ કરી આ ઉપલબ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું છે કે ભારતને શાનદાર જીત મળી છે. બધા ઉમેદવારોમાં ભારતને સૌથી વધારે મત મળ્યા છે.
(2:08 am IST)
  • જૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST

  • આજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST

  • જૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST