Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ક્રૂડના વધતા ભાવની ફરિયાદ બાદ ગ્રાહકોને વિશ્વાસમાં લેવા ઓપેકની કવાયત :17મીએ ભારત સાથે વાતચીત

-ઓપેક દેશો બજારની માગ પ્રમાણે પુરવઠો જારી રાખવા માટે તૈયાર

 

નવી દિલ્હી :તેલમાં વધતી કિંમતો પર ભારતની ફરિયાદને પગલે તેલ ઉત્પાદ દેશોના સંગઠન ઓપેકે ગ્રાહકોને વિશ્વાસમાં લેવાના પ્રયાસો કર્યા છે. બ્લુમબર્ગમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ ઓપેકના મહાસચિવ મોહંમ્દ બરકિંદોએ કહ્યું કે ગભરાવાનું કોઈ કારણ નથી. ભારતે ઓઈલ માર્કેટની દશા અને દિશા પર ચિંતા વ્યક્ત કરી છે.

 ઓપેક દેશ 17 ઓક્ટોબરે ભારત સાથે વાતચીત કરશે. બરકિંદોએ એમ પણ કહ્યું કે તેલનું પર્યાપ્ત ઉત્પાદન થઈ રહ્યું છે. પરંતુ નથી બતાવ્યું કે ઓપેકના સભ્ય દેશ કેટલું વધારે તેલ ઉત્પાદન કરવાની ક્ષમતા રાખે છે.

ઓપેક અને તેના સહયોગી દેશોએ પોતાની વધારાની ક્ષમતા પર સ્પષ્ટ કર્યું છે કે તે બજારની માગ પ્રમાણે પુરવઠો જારી રાખવા માટે તૈયાર છે બરકિંદોએ લંડનમાં આયોજીત ઓઈલ એન્ડ મની કોન્પરન્સમાં કહ્યું કે ગ્રુપ તેના ગ્રાહકોમાં કોઈ પણ પ્રકારના ડરને દૂર કરવા ઈચ્છે છે.

  ઓપેકના સૌથી મોટા તેલ ઉત્પાદક સભ્ય દેશ સાઉદી અરબ અને સહયોગી દેશ રશિયાએ સંકેત આપ્યા છે કે તે ઈરાન પર પ્રતિબંધોને કારણે બજારમાં તેલ સપ્લાયની તંગીને પહોંચી વળવા દરરોજ 10 લાખ બૈરલ વધારાના તેલનું ઉત્પાદન કરશે. પરંતુ વેપારીઓમાં વાતની ચિંતા છે કે સાઉદી અરબ તેલ ઉત્પાદન વધારવામાં પર્યાપ્ત તેજીમાં દેખાતું નથી. વેપારીઓને પણ આશંકા છે કે કદાચ સાઉદી અરબ પાસે તેલ ઉત્પાદન વધારવાની ક્ષમતા નથી.

(11:36 pm IST)