Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

મહારાષ્ટ્રમાં ભાજપને મોટી મુશ્કેલી :121 ધારાસભ્યો ચૂંટણી હારશે :40 ટકા સંસદસભ્યો થશે પરાજિત:સર્વે

 

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં આગામી લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મુશ્કેલી વધી શકે છે. તાજેતરના રિપોર્ટ મુજબ આગામી બે ચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન થઈ શકે છે. રિપોર્ટ મુજબ વિધાનસભા ચૂંટણીમાં 121 ભાજપ ધારાસભ્યોએ હારનો સામનો કરવો પડી શકે છે જ્યારે લોકસભા ચૂંટણીમાં ભાજપ મહારાષ્ટ્રની 40 ટકા સીટ પર હારી શકે છે.

દિલ્હી સ્થિત એજન્સી ચાણક્યએ લોકો વચ્ચે એક સર્વે કરાવ્યો છે જેમાં લોકોને તેમના પ્રતિનિધિઓના કામને રેટ કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાં સાંસદ અને ધારાસભ્ય બંને સામેલ હતા. લોકોને કહેવામાં આવ્યું હતું કે કામના આધાર પર તમે તમારા પ્રતિનિધિઓને રેટ કરો કે શું તમે એમના કામથી ખુશ છો કે નહિ. લોકોને ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હતા, પહેલો વિકલ્પ શું તમારા પ્રતિનિધિથી ખુશ છે, અથવા તો બીજા પ્રતિનિધિને ચૂંટશો, અથવા તો હાલના ધારાસભ્યને તમારો મત આપશો.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ ભાજપ યૂનિટે આગામી 2019 લોકસભા ચૂંટણઈ પહેલા એક બેઠક કરી હતી, જેમાં ચૂંટણીની રણનીતિને લઈને વાતચીત કરવામાં આવી છે. બેઠક મુંબઈના દાદર સ્થિત ભાજપા કાર્યલયમાં કરવામાં આવી હતી, જેમાં પાર્ટીના સાંસદ અને ધારાસભ્ય સામેલ હતા. બેઠકના અધ્યક્ષતા સીએમ દેવેન્દ્ર ફડવણીસે કરી હતી જે મોડી રાત સુધી ચાલી હતી. બેઠક દરમિયાન ચૂંટણી સાથે જોડાયેલ તમામ મુદ્દાઓ પર વાત કરવામાં આવી.

(11:15 pm IST)