Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

મુંબઈમાં આતંક મચાવવાનું લશ્કર-એ-તૈયબા ષડયંત્ર સમુદ્રી રસ્તેથી ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં

જૈશ-એ-મોહમ્મદે પણ ભારતને નિશાનબનાવવા આતંકીઓને ટ્રેનિંગ-સ્વિમિંગ અને ડીપ ડાઇવીંગ ટેક્નિક શીખવાડી

 

નવી દિલ્હીઃ મુંબઈમાં ફરી આતંક મચાવવાનું લશ્કર--તૈયબા ષડયંત્ર ઘડી રહ્યા છે. આતંકીઓ સમુદ્રી રસ્તેથી ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાનની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે અને કાઉન્ટર ટેરરિઝ્મ અધિકારીઓએ ઈન્ડિયન નેવી અને કોસ્ટ ગાર્ડને પોર્ટ્સ, કાર્ગો શિપ અને ઑયલ ટેંકર્સ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે

   રિપોર્ટ મુજબ પાકિસ્તાનથી લશ્કરના આતંકવાદીઓ સીમા પારથી છેલ્લા પાંચ મહિનાથી ઘૂસણખોરીની ફિરાકમાં છે. દેશની નેવી અને કોસ્ટ ગાર્ડને 7517 કિમી લાંબા દરિયાઈ સીમા પર સતર્ક રહેવા માટે કહ્યું છે.

રિપોર્ટ મુજબ લશ્કર ઉપરાંત જૈશ--મોહમ્મદે પણ ભારતને નિશાન બનાવવા માટે આંકીઓને ખતરનાક ટ્રેનિંગ ઉપરાંત સ્વિમિંગ અને ડીપ ડાયવિંગ જેવી ટેક્નીક શીખવાડવામાં આવી રહી છે. સમુદ્રી રસ્તેથી થઈને ભારતમાં ઘૂસણખોરી કરવી લશ્કર માટે કોઈ નવી વાત નથી. 26/11ના આરોપી ડેવિડ હેડલીએ 2010માં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ યાકૂબ નામના જિહાદીનું નામ જણાવ્યું હતું, ટેરર ગ્રુપના મરીન વિંગનો હેડ હતો. હેડલીએ વધુમાં કબુલ્યું હતું કે 26/11 અટેકમાં 10 આતંકવાદીઓ પણ સામેલ હતા જેમણે પાકિસ્તનથી ટ્રેનિંગ લીધી હોય.

 

(11:04 pm IST)