Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

કોંગ્રેસમાં નવો જુસ્સો :માત્ર દોઢ મહિનામાં યુવા વિંગે ત્રણ લાખથી વધુ કાર્યકર્તાને પાર્ટીમાં જોડ્યા

યુથ કોંગ્રેસની મધ્ય અને પૂર્વી યુપીની ટીમ ખુબ જ સક્રિય

 

નવી દિલ્હી :મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીતની આશાએ કાર્યકર્તાઓની અંદર એક નવો જુસ્સો ભરી દીધો છે. કોંગ્રેસ પાર્ટી તેમનો જનાધાર વધારવા માટે દરેક સ્તરે કામ કરી રહી છે. પાર્ટીની યુથ વિંગે ફક્ત 45 દિવસમાં ત્રણ લાખ કરતા પણ વધારે કાર્યકર્તાઓને કોંગ્રેસમાં જોડીને બધાને ચોંકાવી દીધા છે. તેમાં સૌથી વધારે અગત્યની બાબત છે કે યુવાઓ ઘ્વારા કોંગ્રેસમાં સૌથી વધારે વિશ્વાસ દાખવવામાં આવ્યો છે. કોંગ્રેસ સાથે જોડાઈ રહેલા સૌથી વધારે યુવા છે

   એબીપી ન્યૂઝની એક ખબર અનુસાર યુથ કોંગ્રેસની મધ્ય અને પૂર્વી યુપીની ટીમ ખુબ સક્રિય છે. કાનપુરમાં સૌથી વધારે યુવાઓ ઘ્વારા યુથ કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં બધી વિપક્ષી પાર્ટીઓ માટે ખતરાનો સંકેત છે. ફક્ત દોઢ મહિનામાં ત્રણ લાખ નવા કાર્યકર્તાઓને જોડવું પાર્ટીના આવનારા ઈલેક્શન માટે અગત્યનું સાબિત થઇ શકે છે. કોંગ્રેસની ઉપલબ્ધી સપા અને બસપા માટે ખતરા સમાન છે.

(11:02 pm IST)