Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત : કેનેડામાં ગુજરાતી સમાજ ઓફ કેલગરીના ઉપક્રમે નવરાત્રી ઉત્સવ ઉજવાશે : 12 તથા 13 ઓક્ટો ના રોજ રાસ ગરબાની રમઝટ બોલશે

કેલગરી : કેનેડાના કેલગરીમાં છેલ્લા 43 વર્ષથી તમામ ગુજરાતી તહેવારો ઉજવતા ગુજરાતી સમાજ ઓફ કેલગરીના ઉપક્રમે  12 તથા 13 ઓક્ટો ના રોજ નવરાત્રી ઉત્સવ ઉજવાશે. જેનું  જેનેસીસ સેન્ટર ખાતે આયોજન કરાયું છે. જ્યાં અંદાજે 3500 જેટલા ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે

આજથી લગભગ ૪૩ વર્ષ પહેલા ૧૭ ફેબ્રુ ૧૯૭૬ ની સાલમાં કેટલાક ગુજરાતી પરિવારોએ મળી ને ‘ગુજરાતી મંડળ ઓફ કેલગરી’ ની સ્થાપના કરી હતી અને આજે સુઘડ શહેરમાં નહી નહી તો લગભગ હજાર થી વધુ ગુજરાતી પરિવારો વસી રહ્યા છે. જેઓ દર વર્ષે નવરાત્રિ, દિવાળી, હોળી, ઉતરાયણ જેવા અનેક પર્વ અને કેટકેટલાયે સાંસ્કૃતિક કાર્યક્રમોને આનંદથી મનાવે છે, બિલકુલ એમ જાણે ગુજરાતમાં મનાવતા હોય.

(9:34 pm IST)
  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST

  • રાજયના ૧૧૪ સબ રજીસ્ટ્રારની બદલી : રાજકોટના ૩ ઝોનમાં ફેરફાર :ગાંધીનગર નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા રાજયના ૧૧૪ સબ રજીસ્ટર-ર(વર્ગ-૩)ની અરસપરસ બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટમાં સબ રજીસ્ટર ઝોન-૧માં બઢતી સાથે રાજયગુરૂને ઝોન-રમાં નવા સબ રજીસ્ટરની જગ્યા ઉભી કરી પી.કે.મોદીને, ઝોન-૩માં બઢતી સાથે કારીયાને તથા ઝોન-૮માં બઢતી સાથે કરકરેને મુકવામાં આવેલ છે. access_time 4:48 pm IST

  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST