Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

માર્કેટ રેગ્યુલેટર સેબીથી બંધન બેંકને રાહત મળી

પ્રમોટર અંગે નિયંત્રણમાંથી મુક્તિ મળી ગઈ : શેરના વેચાણથી પ્રમોટરને રોકવામાંથી મુક્તિ મળી ગઈ

નવીદિલ્હી, તા. ૧૨ : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં બંધન બેંક લિમિટેડે આજે કહ્યું હતું કે, દેશના માર્કેટ રેગ્યુલેટર સેબીએ તેને મહત્વપૂર્ણ મંજુરી આપી દીધી છે. લિસ્ટિંગ કરવામાં આવ્યા બાદ એક વર્ષ સુધી શેરના વેચાણ કરવાથી પ્રમોટરોને રોકવાથી જે અડચણો હતી તેને દૂર કરી દેવામાં આવી છે. બંધન બેંકને આમાથી મુક્તિ આપી દેવામાં આવી છે. અગાઉ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવી શાખાઓ ખોલવાથી બંધન બેંકને રોકવાનો આદેશ જારી કર્યો હતો. આ ઉપરાંત તેના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરનો પગાર પણ અટકાવ્યો હતો. આજે ઘટનાક્રમ દરમિયાન બંધન બેંકના શેરમાં કડાકો બોલી ગયો હતો. બંધન બેંકના શેરમાં ૦.૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. માર્કેટ રેગ્યુલેટર દ્વારા બંધન બેંકની સામે હાલમાં જ લાલઆખ કરવામાં આવી હતી પરંતુ બંધન બેંકે આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, દેશના સિક્યુરિટી રેગ્યુલેટરે શેર વેચવાથી પ્રમોટરો ઉપર અંકુશમાંથી તેને મુક્તી આપી દીધી છે. આનાથી તેને ફાયદો થશે. બંધન બેંકે હાલમાં જ બેંકિંગના ક્ષેત્રમાં એન્ટ્રી કરી હતી અન્ય ખાનગી કંપનીઓ પણબેંકિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરી ચુકી છે.

(7:48 pm IST)