Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ઉત્તર પ્રદેશમાં હનુમાન મંદિરના મહંતને હરામખોરોએ ગોળી મારી

લખનૌઃ અહિંના અલીગંજકમાં આવેલ હનુમાન મંદીરના મહંત અજય શંકર શુકલા (ઉ.વ.૫૦) ઉપર ગઇ મોડી રાત્રે તેઓ  ચંદ્રીકાદેવી રહયા હતા. ત્યારે હુમલો કરી અજાણ્યા ગુંડાઓએ છાતીમાં ગોળી ધરવી દેતા તેમની સ્થિતિ ગંભીર છે. ગોળી આરપાર નીકળી ગયેલ અને લોહીના ખાબોચીયા ભરાયેલે તેઓ સડક ઉપર તરફડી રહયા હતા. ત્યારે રાહદારીઓ તેમને હોસ્પિટલે લઇ ગયેલ અને પોલીસને જાણ કરેલ હુમલાખોરો બાઇક ઉપર પલકારામાં નાસી છુટેલ.

(3:30 pm IST)
  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • આજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST