Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ટેકાનાં ભાવો બેઅસરઃ ૪૦% ઓછા ભાવે માલ વેંચવા મજબુર છે ખેડૂતો

મોદી સરકારનાં સારા ભાવના એલાનનું સુરસુરીયુઃ રાજસ્થાનમાં મગ-લીલા ચણા ૪ર૦૦ પ્રતિ કિવન્ટલ વેંચાયાઃ જે નિર્ધારિત MSP ૬૯૭પ રૂ. થી ૪૦% ઓછા હતાઃ મગદાળના ભાવ આ વર્ષના MSPથી જ નહિ પણ ગયા વર્ષે નિર્ધારિત રૂ. પપ૭પ પ્રતિ કવીન્ટન MSPથી ઓછા હતા

અજમેર તા. ૧ર :.. સરકાર દ્વારા યોગ્ય ભાવોનો વાયદો અપાયા પછી પણ ખેડૂતોને ખરીફ પાકો લઘુતમ ટેકાના ભાવથી પણ ઓછા ભાવે વેચવા પડે છે. કેન્દ્ર સરકારે પડતર પર પ૦ ટકા રીટર્ન સુનિશ્ચીત કરવા માટે જૂલાઇમાં એમએસપીને બહુ વધારી દીધી હતી અને તેના માટે PM-AASHA નામની નવી ખરીદ પધ્ધતિ અમલી બનાવી હતી. જો કે ઘણા રાજયોમાં ખેડૂતો સોયાબીન, મગ અને અડદ જેવા કઠોળ એમએસપીથી પણ ઓછા ભાવે વેચી રહ્યા છે. ર૦૧૮ માં રેકોર્ડ પાક થયા પછી પણ સતત ત્રીજા વર્ષે ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે.

ગ્લોબલ એનાલીટીકલ કંપની ક્રીસીલને આ સપ્તાહની શરૂઆતમાં પોતાના સંશોધનમાં કહ્યું, ર૦૧૮ નું વર્ષ એક વધારાનું વર્ષ છે જેમાં ખેડૂતોને ઉંચા ભાવો નહિ મળે. ઉંચી એમએસપી પણ ખેડૂતોને ઓછી મદદરૂપ થઇ શકી કેમ કે સરકારે બજારના ભાવો જોઇને ટેકાના ભાવો જાહેર કર્યા હતાં. મોટી જથ્થાબંધ બજારોની રોજની આવક અને ભાવોનો રેકોર્ડ રાખનાર સરકારી વિભાગ  agmarket એ જણાવ્યું કે કઠોળની જાતો અનુસાર ભાવમાં બહુ ફેર છે.

રાજસ્થાનના અજમેરમાં મંગળવારે મગ અને લીલા ચણા ૪ર૦૦ રૂપિયા પ્રતિ કિવન્ટલના ભાવે વેચાયા, જે સરકારે નકકી કરેલા લઘુતમ ભાવ ૬૯૭પ રૂપિયા કરતા ૪૦ ટકા ઓછા હતી. મગના ભાવ ભાવ આ વર્ષના ટેકાના ભાવથી જ નહીં પણ ગયા વર્ષના ટેકાના ભાવ પપ૭પ થી પણ ઓછા હતાં. મધ્ય પ્રદેશમાં સોમવારે અડદ અને કાળા ચણા ૩પ૧૦ રૂપિયાના ભાવે વેંચાયા જે નકકી થયેલા ટેકાના ભાવ પ૬૦૦ કરતા ૩૭ ટકા ઓછા હતાં. (પ-

(11:35 am IST)