Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ફરી વધ્યા પેટ્રોલ - ડિઝલના ભાવ

પેટ્રોલમાં ૧૦ પૈસા તો ડિઝલમાં ૨૮ પૈસા વધ્યા

અમદાવાદ તા. ૧૨ : શહેરમાં આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. પેટ્રોલનાં ભાવમાં ૧૦ પૈસા અને ડીઝલનાં ભાવમાં ૨૮ પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ વધતા પેટ્રોલનો ભાવ રૂ. ૭૯.૪૧ પ્રતિ લીટરે પહોંચ્યો છે તેમજ ડીઝલનો ભાવ રૂ. ૭૮.૨૩ પ્રતિ લીટરે પહોંચ્યો છે. ત્યારે ફરી એક વાર આમ નાગરિકો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ થોડાંક દિવસો પહેલાં પણ પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં વધારો ઝીંકાયો હતો. જેમાં અમદાવાદમાં પેટ્રોલ ૭૯.૨૧ રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલમાં ૭૭.૪૦ રૂપિયા પ્રતિ લીટર ભાવ નોંધાયો હતો. જયારે મુંબઇમાં પેટ્રોલ ૮૭.૭૩ તો ડીઝલમાં ૭૭.૬૮ પ્રતિલીટર ભાવ લાગુ કરાયો હતો.

તેમજ દિલ્હીમાં પણ સમાન સ્થિતિ એક તરફ જોવા મળી રહી છે. અહી પેટ્રોલમાં ૨૩ પૈસા અને ડીઝલમાં ૨૯ પૈસાનો વધારો નોંધાયો હતો. જો કે આજે ફરી વાર અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો ઝીંકાયો છે. જેમાં પેટ્રોલનાં ભાવમાં ૧૦ પૈસા અને ડીઝલનાં ભાવમાં ૨૮ પૈસાનો વધારો નોંધાયો છે. ત્યારે જનતામાં પણ ભારે આક્રોશ જોવાં મળી રહ્યો છે.(૨૧.૧૩)

(11:33 am IST)