Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

૩ કરોડથી વધારે કેસ : CJI ગોગોઇએ વર્કિંગ ડે પર જજોની રજા પર લગાવી રોક

પેન્ડિંગ કેસો પર કાર્યવાહી : અનિયમિત જજ ન્યાયિક કાર્યથી હટાવોઃ વર્કિંગ ડેમાં એલટીસી લેવા પર રોક : નીચલી કોર્ટમાં મોનિટરીંગ - ભરતીઓ પર ભાર

નવી દિલ્હી તા. ૧૨ : કોર્ટમાં પેન્ડિંગ કેસના ભારને હળવો કરવા માટે દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કાર્યદિવસ દરમિયાન 'નો લીવ'નો ફોર્મ્યુલા બનાવ્યો છે. દેશની ન્યાયપાલિકાની ત્રિસ્તરીય વ્યવસ્થામાં કરોડો પેન્ડિંગ કેસના કારણે લોકોને ન્યાય નથી મળી રહ્યો. આ કારણે ન્યાય મેળવવા માટે લાઈનમાં ઉભેલા લોકોને વધુ રાહ જોવી પડે છે.

૩ ઓકટોબરે દેશના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા બાદ જસ્ટિસ ગોગોઈએ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ કરોડો મામલાનો ભાર હળવો કરવા માટે આ પગલું ઉઠાવવાનો સંકેત આપ્યો હતો. કાર્યકાળ શરુ થયાના એક અઠવાડિયાની અંદર તેમણે તમામ હાઈકોર્ટના કોલિજિયમ (ચીફ જસ્ટીસ અને બે સૌથી સિનિયર જજ) સાથે ચર્ચા કરી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમણે પેન્ડિંગ કેસના ઘટાડા અંગે ચર્ચા કરી હતી.

CJI ગોગોઈએ કડવા ડોઝની સલાહ તરીકે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને એ જજોને ન્યાયિક કાર્યથી હટાવવા કહ્યું છે, જે કોર્ટની કાર્યવાહી દરમિયાન નિયમિત નથી. તેમણે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશોના એ જજો વિશે માહિતી આપવા કહ્યું છે જે કામ દરમિયાન અનુશાસનનો અનાદર કરે છે. તેમણે વાયદો કર્યો કે સુપ્રીમ કોર્ટ આવા જજોને વ્યકિતગત રીતે મળશે.

હાઈકોર્ટે કોઈ જજ કે નીચલી કોર્ટના ન્યાયિક અધિકારીને મુશ્કેલ સ્થિતિમાં કામ છોડીને વર્કિંગ ડેમાં રજા મંજૂર કરવા પર જોર આપવા સિવાય જસ્ટિસ ગોગોઈએ વર્કિંગ ડે પર સેમિનાર કે સત્ત્।ાવાર કાર્યક્રમથી દૂર રહેવા કહ્યું છે. કારણ કે આ કારણે આગામી દિવસે આવનારા કેસનો સમય બગડે છે. જસ્ટિસ ગોગોઈએ કેસ ફાઈલો પ્રત્યે સમર્પણ માટે જાણીતા છે અને આ દલિલના કારણે વકિલોને નવી વાર્તા ગઢવાની તક આપવાના બદલે સીધા તથ્યો પર આવવા સૂચન કરે છે.

વીડિયો કોન્ફરન્સ પછી એક સત્તાવાર પત્ર દ્વારા સીજેઆઈએ કોર્ટની કાર્યવાહી દરમિયાન જજોને LTC લેવા પર રોક લગાવી છે. જેના કારણે જજોએ પોતાના પરિવાર માટે સમય કાઢવા અંગે પહેલાથી પ્લાન બનાવવો પડશે. આ સિવાય બે મુખ્ય જજો એક સાથે રજા પર ના હોય તે બાબતનું પણ ધ્યાન રાખવું પડશે.

કામમાં અનુશાસનની સલાહ બાદ CJIએ હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશો અને વરિષ્ઠ જજોને કોર્ટમાં મોટા પ્રમાણમાં ખાલી પદોની ભરતી માટે તાત્કાલિક પગલાં ભરવા કહ્યું છે. CJI ગોગોઈએ જોજોને કહ્યું કે નિચલી કોર્ટોમાં કેસ ઝડપથી પતાવવા માટે મોનિટરિંગની જરૂરિયાત છે. હાલ તેના પર ૩ મહિને ધ્યાન અપાય છે. તેમણે જજોને ટ્રાયલ કોર્ટોમાં ભરતી મામલા પતાવવા માટે રોજ નજર રાખવાનું મિકેનિઝમની સંભાવનાઓ શોધવા કહ્યું છે. દેશની નીચલી કોર્ટમાં લગભગ ૨.૬ કરોડ કેસો પેન્ડિંગ છે.

હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસમાં ઘટાડો કરવા માટે CJIએ મુખ્ય જજોને એવા કેસોની ફાઈલ એકઠી કર્યા પછી એવી ફાઈલો શોધવા માટે કહ્યું છે કે જેની સમયસીમા પછી નિષ્પ્રભાવી થઈ ગઈ છે. સીજેઆઈએ કહ્યું કે આગામી પગલું એ ગુનાના મામલાની અપીલની ઓળખ કરવી જોઈએ, જેમાં નીચલી કોર્ટમાં સજા થયા પછી પણ આરોપી જેલામાં બંધ છે. જે મામલા ૫ વર્ષથી પેન્ડિંગ છે, તેની સુનાવણી તાત્કાલિક લિસ્ટ કરવામાં આવે. કેસ સાથે સંબંધિત પક્ષોની સુનાવણી બાદ એવા મામલા પૂર્ણ કરવામાં આવે. તેમણે મુખ્ય ન્યાયાધીશોને આ કેટેગરીના કેસોની વિગત મોકલવા કહ્યું છે.(૨૧.૧૪)

(11:30 am IST)
  • દક્ષિણના અભિનેતાએ ખળભળાટ સર્જયો : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : એક ટુકડાને દિલ્હી અને બીજા ટુકડાને કેરલના મુખ્યમંત્રીની ઓફીસે ફેંકવામાં આવશે : અભિનેતા કોલમ થુલાસીનું વિવાદાસ્પદ નિવેદન access_time 4:30 pm IST

  • આંતરાષ્ટ્રીય બજારમાં ૮'દિ ક્રુડના ભાવો બેરલ દીઠ ૫ ડોલર ઘટયાઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાને બદલે ૮'દિમાં ૨ રૂ. વધી ગયા :ફરી આજે પેટ્રોલમાં ૧ લીટરે ૧૨ પૈસા અને ડીઝલમાં ૨૮ પૈસાનો દિલ્હીમાં વધારોઃ મુંબઇમાં પેટ્રોલમાં ૧૨ અને ડીઝલમાં લીટરે ૨૯ પૈસા વધ્યા access_time 3:28 pm IST

  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોકટર પર દુષ્કર્મ મામલો: સેસન્સ કોર્ટે આરોપી ડોકટરની જામીન અરજી ફગાવી:ડો.સચિનસિંગની જામીન અરજી ફગાવી દેવાઈ access_time 5:41 pm IST