Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ફોન, સ્માર્ટ વોચ સહિતની ચીજો મોંઘી : વધી કસ્ટમ ડયુટી

ડોલર સામે રૂપિયો ઘસાતા સરકારે ગઇ રાત્રે ઇલેકટ્રોનિક અને કોમ્યુનિકેશનના કામ આવતી ચીજોની ડયુટી ૧૦%થી વધારી ૨૦ ટકા કરી

નવી દિલ્હી તા. ૧૨ : વ્યાપાર ખાધ અને ડોલરના મુકાબલે સતત ઘસાતા રૂપિયાને કારણે સરકારે સંચારની કેટલીક ચીજવસ્તુઓ પર ડયુટી ૧૦ ટકાથી ૨૦ ટકા કરી દીધી છે. આ પહેલા ૨૬ સપ્ટેમ્બરે સરકારને ૧૯ ચીજો પર ઇમ્પોર્ટ ડયુટી વધારી હતી અને તે પછી આ બીજી વખત ડયુટી વધારી છે. ગયા વખતે ફ્રીઝ, એસી જેવી પ્રોડકટ સામેલ છે. આ વખતે જે ચીજો પર બેઝીક કસ્ટમ ડયુટી વધારી છે તેમાં એવા સામાન છે જે ઇલેકટ્રોનિક અને કોમ્યુનીકેશનમાં કામ આવે છે. જેમાં સ્માર્ટ ઘડિયાલ ઉપરાંત ઓપ્ટીકલ ટ્રાન્સપોર્ટના સામાન વ્હાઇસ પ્રોટોકોલ ઇન્ટરનેટના સામાન છે. વધારો ગઇ રાતથી લાગુ થયો છે.

રૂપિયાને ગગડતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે તે વિદેશમાંથી આયાત કરવામાં આવતી ઇલેકટ્રોનિક વસ્તુઓ અને સંચારમા સાધનો પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરશે. સરકારનો આવું કરવા પાછળનો ઉદેશ્ય ઇન્પોર્ટ કરવામાં આવતી વસ્તુઓ પર લગામ લગાવવાનો છે.

છેલ્લા બે અઠવાડિયામાં સરકાર દ્વારા બીજી વખત ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે સરકારે ડ્યૂટીમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. સરકાર દેશમાં ઇમ્પોર્ટ કરવામાં આવી રહેલી એવી વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી રહી છે જે જીવન નિર્વાહ માટે જરૂરી ન હોય.

સરકારના આ નિર્ણયને કારણે ચીન, અમેરિકા સહિતના દેશો સાથે વેપાર બાબતે ભારતના સંબંધોમાં અંતર આવી શકે છે. એટલું જ નહીં ભારતમાં મોટા પ્રમાણમાં વસ્તુઓનો નિકાસ કરતી મોટી કંપનીઓ જેવી કે, સિસ્કો સિસ્ટમ ઇન્ક, હુવાઇ ટેકનોલોજી કો, ઝેડટીઈ કોર્પ, એરિકસન, નોકિયા અને સેમસંગે ઇલેકટ્રોનિકસને આ નિર્ણયથી ઝટકો લાગી શકે છે.

સરકાર આવું પગલું ભારતીય રૂપિયાને અમેરિકાના ડોલર સામે વધુ ગગડતો અટકાવવા માટે લઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે ૧૪ ટકા જેટલો ગગડ્યો છે.

જોકે, સરકાર કઇ પ્રોડકટ પર કેટલી ઇમ્પોર્ટ ડ્યૂટી વધારશે તે હાલ જાણવા મળ્યું નથી. પરંતુ સરકારના આવા નિર્ણયથી સ્માર્ટવોચ, વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ ઇકિવપમેન્ટ, ફોન, ઇથરનેટ સ્વિચ જેવી આઇટમનો ભાવ વધી શકે છે.

શુક્રવારથી નવા દરો લાગૂ કરવામાં આવશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સરકારના આ નિર્ણયને કારણે મોટી ટેલિકોમ કંપનીઓ જેવી કે, રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ, ભારતી એરટેલ અને આઇડિયાને પણ અસર પડશે. સરકારના આવા નિર્ણયથી વડાપ્રધાન મોદીના 'મેક ઇન ઇન્ડિયા' એજન્ડાને પણ વેગ મળશે.

નોંધનીય છે કે સરકારે મોબાઇલ ફોન, ટીવી સેટ્સ સહિતની વસ્તુઓ પર ડિસેમ્બરમાં જ ઇમ્પોર્ટ ટેકસમાં વધારો કર્યો હતો. ત્યાર બાદ ફેબ્રુઆરીમાં બજેટ વખતે સરકારે વધારે ૪૦ વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી હતી.

ગયા મહિને જ સરકારે ૧૯ વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કર્યો હતો. જેમાં એસી, રેફ્રિજરેટર, ફૂટવેર, સ્પિકર્સ, લગેજ, એવિએશન ટર્બાઇન ફયુઅલ વગેરેનો સમાવેશ થતો હતો.

 

(10:10 am IST)
  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST

  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST