Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

દિગ્ગજ ફિલ્મમેકર સુભાષ ઘાઇ પર લાગ્યો રેપનો આરોપ

મારી જાંઘ પર હાથ મુકી હગ કર્યું : અચાનક મહિલાને કિસ કરવા લાગ્યા

મુંબઇ તા. ૧૨ : બોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકરમાંથી એક સુભાષ ઘાઈ પર એક મહિલાએ રેપનો આરોપ લગાવ્યો છે. કોમેડિયન ઉત્સવ ચક્રવર્તી પર યૌન શોષણનો આરોપ લગાવનારી મહિલા મહિમા કુકરેજાએ પીડિતા સાથે થયેલી વાતચીતનો સ્ક્રીનશોટ શેર કર્યા છે. જેમાં પીડિતાએ પોતાના સાથે થયેલી ઘટના વિશે જણાવ્યું.

મહિલાએ જણાવ્યું કે, આ બધુ તે સમયે બન્યું જયારે હું સુભાષ ઘાઈ સાથે એક ફિલ્મમાં કામ કરી રહી હતી. તેમણે મને કહ્યું હતું કે તેઓ મને ગાઈડ કરશે અને આગળ વધારશે. મારો ઈન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર અથવા દોસ્ત નહોતો. આથી મેં તેમનું કહેવું માન્યું. હું ભલે મુંબઈથી નહોતી પરંતુ શીખવા માટે હંમેશા તૈયાર રહેતી હતી. હું મારા માતા-પિતાને બતાવવા ઈચ્છતી હતી કે હું એક સારી ડિરેકટર બની શકું છું.

'શરૂઆતમાં તેઓ મને રેકોર્ડિંગ સ્ટુડિયો લઈ જતા હતા જયાં મારે ઘણા પુરુષો સાથે મોડી રાત સુધી બેસી રહેવું પડતું હતું. કોઈએ તેમની સાથે કંઈ ન કર્યું. રેકોર્ડિંગ ખતમ થવા પર ઘરે જવા હું ઓટો લેતી અથવા પછી સુભાષ ઘઈ મને છોડી જતા. એખ દિવસ તેમણે ધીમે-ધીમે પોતાનો હાથ મારા જાંઘ પર રાખ્યો અને મને ગળે લગાવીને કહ્યું કે મેં ખૂબ સારું કામ કર્યું છે. આ બાદ તેઓ મને લોખંડવાલામાં સ્થિત તેમના નાના એપાર્ટમેન્ટમાં સ્ક્રિપ્ટ સેશન માટે બોલાવવા લાગ્યા. તેમનું કહેવું હતું કે તેઓ અન્ય એકટ્રેસિસ સાથે ત્યાં જ સ્ક્રિપ્ટ વાંચે છે. હું જયારે ત્યાં પહોંચી તો તેઓ બે બેડરૂમના ઘરમાં એકલા હતા. ત્યાં તેમની પત્ની નહોતી રહેતી. તેમણે કહ્યું તે અહીં બેસીને જ તેઓ ફિલ્મો વિશેના આઈડિયા વિચારે છે અને તેના પર કામ કરે છે.'

'સ્ક્રિપ્ટના બદલે તેઓ મને કહેવા લાગ્યા કે ઈન્ડસ્ટ્રીમાં બધા તેમને ખોટા સમજે છે અને માત્ર હું એક જ છું જે તેમને પસંદ કરે છે. તે રોવાનું નાટક કરવા લાગ્યા અને માથું મારા ખોળામાં રાખી દીધું. જયારે તેઓ ઉઠ્યા તો જબરજસ્તી મને કિસ કરવા લાગ્યા. હું શોકડ થઈ ગઈ અને ત્યાંથી જતી રહી. બીજા દિવસે મને ઓફિસમાં કહ્યું કે લવર્સ વચ્ચે તકરાર થતી રહે છે અને મારે મારા કામ પર ધ્યાન આપવું જોઈએ. મારી પાસે તે સમયે કોઈ નોકરી, પૈસા કે પરિવાર નહોતો. મેં આ વિશે માત્ર બે યુવતીઓને જણાવ્યું જેમની સાથે સુભાષ ઘઈએ આવો વ્યવહાર કર્યો હતો.'

'એક સાંજે રેકોર્ડિંગ કરતા-કરતા પછી મોડી રાત થઈ ગઈ. સુભાષ ઘાઈએ ડ્રિંક લેવાનું વિચાર્યું. તેમને વ્હિસ્કી ઘણી પસંદ હતી. તેમનો ડ્રાઈવર હંમેશા તેને કારમાં રાખતો હતો. તેમણે મને પણ પીવા આપી, જેમાં તેમણે કંઈક મિકસ કર્યું હતું. તે પછી મને માત્ર એટલું યાદ છે કે હું તેમની કારમાં બેઠી અને મને લાગ્યું કે તે ઘરે ડ્રોપ કરશે. પરંતુ તેમણે ડ્રાઈવર બાબુને અમને લોનાવાલા લઈ જવા કહ્યું, હું ભાનમાં આવતી-જતી હતી. જયારે પણ ભાન આવતું હું એમ જ પૂછતી કે આપણે કયાં જઈ રહ્યા છે અને મને ઘરે છોડી દો.'

'તે મને હોટલમાં લઈ ગયા. તેમણે કહ્યું કે, તે કાયમ લખવા માટે ત્યાં જાય છે અને તેમના માટે કાયમ એક રૂમ તૈયાર રહે છે. હું બરાબર ચાલી શકતી ન હતી, પરંતુ તેમણે મારો હાથ પકડ્યો અને મને રૂમમાં લઈ ગયા. તેમણે મારું જીન્સ ઉતાર્યું અને મારી ઉપર આવી ગયા. મેં બૂમ પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે મારા મોં પર હાથ મૂકી દીધો. ડ્રિંકને કારણે મારામાં તાકાત નહોંતી બચી. હું રડી અને પછી મેં ભાન ગુમાવી દીધું. બીજી સવારે તેમણે ટોસ્ટ મંગાવી અને નાસ્તો કરવા લાગ્યા, જયારે મારી આંખ ખુલી. સોફા પર લાલ નિશાન હતા અને તે વિખેરાયેલો હતો. હું મારી સીધી તરફ જોયું અને મને ઉલટી થઈ ગઈ.'

'સુભાષ ઘાઈએ મને ઘરે છોડી. હું કેટલાક દિવસ ઓફિસ ન ગઈ, તે પછી મને કોલ કરી જણાંવાયું કે મેં નોકરી છોડી તો મને મહિનાનું વેતન નહીં મળે. હું ઓફિસ ગઈ અને એક સપ્તાહ બાદ રાજીનામુ આપી દીધું. તે પછી હું તેમને કયારેય ન મળી. એક વખત હું હું મારા મિત્રો સાથે ગઈ હતી, ત્યાં સુભાષ ઘાઈ શૂટિંગ કરી રહ્યા હતા. સેટ પર રહેલા બધા લોકો મને ઓળખતા હતા, પરંતુ ત્યાં રોકાવું મારા માટે શકય ન હતું, એટલે હું ત્યાંથી જતી રહી.'

સુભાઈ ઘાઈએ પીટીઆઈ સાથે વાત કરતા આ બધા આરોપોને નકારી દીધા છે. તેમણે કહ્યું કે, 'આ ઘણું દુઃખદ છે કે સોશયલ મીડિયા પર બીજાના નામને ઢસડીને જૂની અને પાયાવિહોણી વાતોને શેર કરી બદનામ કરવામાં આવી રહ્યા છે. હું બધા આરોપોને તદ્દન નકારું છું.'(૨૧.૪)

(9:48 am IST)
  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોકટર પર દુષ્કર્મ મામલો: સેસન્સ કોર્ટે આરોપી ડોકટરની જામીન અરજી ફગાવી:ડો.સચિનસિંગની જામીન અરજી ફગાવી દેવાઈ access_time 5:41 pm IST

  • જૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST

  • દક્ષિણના અભિનેતાએ ખળભળાટ સર્જયો : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : એક ટુકડાને દિલ્હી અને બીજા ટુકડાને કેરલના મુખ્યમંત્રીની ઓફીસે ફેંકવામાં આવશે : અભિનેતા કોલમ થુલાસીનું વિવાદાસ્પદ નિવેદન access_time 4:30 pm IST