Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

BAPS ચેરીટીઝના ઉપક્રમે અમેરિકાના મિલપીટાસ કેલિફોર્નિયામાં હેલ્‍થફેર યોજાયોઃ ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો

કેલિફોર્નિયાઃ સ્‍વામીનારાયણ સંસ્‍થાની ગ્‍ખ્‍ભ્‍લ્‍ ચેરીટીઝ અનેક સામાજીક પ્રવૃતિઓથી ધમધમતી રહે છે આ સંસ્‍થાએ વ્‍ફઘ્‍ (ધીનેચર કન્‍ઝરવન્‍સી)સંસ્‍થાને માતબરનુ દાન કર્યા બાદ  સંસ્‍થાએ ચાલુ સાલે તા.૩૦ સપ્‍ટે રવિવાર ૨૦૧૮ના રોજ સવારના ૯ થી ૧ સુધી મિલપીટાસ શહેરના કેલિફોર્નિયા સર્કલ ખાતે આવેલ ગ્‍ખ્‍ભ્‍લ્‍ મંદિરના હોલમાં એક ભવ્‍ય હેલ્‍થફેરનુ આયોજન કર્યુ હતુ. જેમાં સીલીકોન વેલી વિસ્‍તારના નાગરિકોએ મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો. અગાઉના વીકમાં લેવાયેલા બ્‍લડ વર્ક રીપોર્ટ મુજબ દરેક ડોકટરોએ દર્દીઓને માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. અંદાજે ૨૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં આખના દાંતના, હાર્ટના ગાયનેકના, રીમોટોલોજીસ્‍ટ ફીઝીયોથેરાપી, બીએસઆઇ,બોનમોરો,રેકી, વિગેરેના સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડોકટરો અને મેડીકલ સ્‍ટાફએ સેવા આપી હતી.તેમજ વેકસીન અને બ્‍લડપ્રેસર વિગેરેની પણ સેવાઓ ઉપલબ્‍ધ કરાઇ હતી. આ સફળ હેલ્‍થ ફેર માટે શ્રી રાકેશ બ્રહ્મભટ્ટ શ્રી રાજેષભાઇ રાઠોડ, શ્રીમતિ રીટાબેન પટેલ, શ્રી નરેશભાઇ વ્‍યાસ, શ્રી મેહુલભાઇ પટેલ વિગેરે સુદર આયોજન કર્યુ હતું. તેવું શ્રી સી.બી.પટેલની યાદી જણાવે છે.

(9:55 pm IST)