Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

અલ્હાબાદમાં આવેલ બંગલામાં બચ્ચન પરિવારને પ્રવેશવા ઉપર પ્રતિબંધ

મુંબઇઃ આમ તો અમિતાભ બચ્ચન પાસે મુંબઈમાં ત્રણ બંગલા ઉપરાંત બીજી પણ અનેક પ્રોપર્ટી છે, પરંતુ એક જગ્યા એવી પણ છે કે જ્યાં આવેલો બંગલો બચ્ચન પરિવાર પોતાનો ગણાવે છે, પરંતુ તેમને તેમાં એન્ટ્રી નથી મળતી. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન એશના પિતા કૃષ્ણરાજ રાયની અસ્થિના વિસર્જન માટે 2017માં અલ્હાબાદ ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન અલ્હાબાદના વતની હોવાથી અભિષેક જ્યારે શહેરમાં ગયો તો તેને તેના પિતાના જૂના ઘરની મુલાકાત લેવાનું મન થઈ ગયું.

અભિષેક તેની પત્ની ઐશ્વર્યા અને દીકરી આરાધ્યાને લઈને તેના દાદા હરિવંશરાય બચ્ચન અને પિતા અમિતાભ બચ્ચન જ્યાં રહેતા હતા બંગલા પર પહોંચ્યો. પરંતુ ત્યાં જઈને અભિષેક સાથે જે થયુ તેનો તેને સ્વપ્નેય ખ્યાલ નહતો.

અભિષેક અને ઐશ્વર્યા બંગલે પહોંચ્યા અને ત્યાં તેઓ કેટલીય વાર સુધી દરવાજા પાસે ઊભા રહ્યા. પરંતુ કોઈએ અંદરથી દરવાજો ખોલ્યો. અભિષેકે ગેટ પાસે ઊભા ઊભા અંદરથી કોઈને ગેટ ખોલવા બૂમ પણ પાડી હતી પરંતુ બંગલાના કેરટેકર કૃષ્ણકુમાર પાંડેએ બંગલાનો દરવાજો ખોલવાની ના પાડી દીધી હતી. છેવટે ભોંઠો પડેલો અભિષેક પત્ની ઐશ્વર્યા અને આરાધ્યાને લઈને મુંબઈ પાછો ફર્યો હતો.

શું તમે જાણો છો કે અભિષેક અને ઐશ્વર્યા જેવા સુપર સ્ટાર માટે પણ બંગલાના દરવાજા કેમ ખૂલ્યા? આનું કારણ અમિતાભ બચ્ચનનો બંગલાના માલિક સાથએ થયેલો ઝઘડો છે.

વર્ષ 1984માં અમિતાભ બચ્ચન અલ્હાબાદ ગયા હતા. ત્યારે તેમણે દાવો કર્યો હતો કે ઘર તેમની માલિકીનું છે. બંગલાના માલિક શંકર તિવારી અમિતાભની વાત સાંભળીને ભડકી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે અમિતાભ અને બાબુજી અહીં રૂ. 16 ભાડુ આપીને રહેતા હતા. અને તેમની માલિકીનું ઘર નથી, તે અહીં ભાડે રહેતા હતા.

સમયથી તિવારી બચ્ચન પરિવારના કોઈપણ સભ્યને ઘરમાં પ્રવેશવા નથી દેતા. બંગલાના માલિક શંકર તિવારી તો ગુજરી ગયા છે પણ બંગલાની સારસંભાળ રાખનાર કૃષ્ણકુમાર પાંડે હજુ પણ નિયમ પાળે છે.

(12:00 am IST)
  • જૂનાગઢ-બાટવા નજીકથી 520 પેટી વિદેશી દારુ ઝડપાયો:રુપીયા 20 લાખનો વિદેશી દારુ અને 9 લાખના ટ્રક સાથે 2 શખ્શની ધરપકડ access_time 5:41 pm IST

  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોકટર પર દુષ્કર્મ મામલો: સેસન્સ કોર્ટે આરોપી ડોકટરની જામીન અરજી ફગાવી:ડો.સચિનસિંગની જામીન અરજી ફગાવી દેવાઈ access_time 5:41 pm IST

  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST