Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

SP ગ્રુપની શેર ગિરવે મૂકી ભંડોળની યોજના ઘોંચમાં

મિસ્ત્રી પરિવાર અને ટાટા જૂથનો વિવાદ વકર્યો : બદલાની ભાવનાથી ટાટા જૂથ યોજના સામે આડખીલી ઊભી કરી રહ્યું હોવાનો એસપી ગ્રુપે કરેલો આક્ષેપ

મુંબઈ, તા. ૧૨ : મિસ્ત્રી પરિવારના શાપોરજી પાલોનજી (એસપી) સમુહ જૂથ અને ટાટા જૂથ વચ્ચેની લડાઇ ફરી એકવાર ઉગ્ર બની છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર એસપી જૂથે ટાટા પર તેના શેર ગિરવે મૂકીને ભંડોળ એકત્ર કરવાની યોજના બંધ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. શેરહોલ્ડરોના હકોનું ઉલ્લંઘન છે. એસપી ગ્રુપ મુજબ આવું ટાટા જૂથ બદલાની ભાવનાથી કરી રહ્યું છે.

હકીકતમાં, મિસ્ત્રી જૂથનો ટાટા જૂથમાં ૧૮. ટકા હિસ્સો છે. મિસ્ત્રી ગ્રૂપે હિસ્સાના શેરો ગિરવે મૂકીને મૂડી ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે. ટાટા સન્સે તેની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અરજી દ્વારા ટાટા સીધા અથવા આડકતરી રીતે એસપી જૂથને શેર ગિરવી મૂકતા રોકવાનો પ્રયાસ કરે છે.

એસપી જૂથ વિવિધ ભંડોળમાંથી ૧૧,૦૦૦ કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી રહ્યું છે. તેના દ્વારા ટાટા સન્સમાં અગ્રણી કેનેડિયન રોકાણકાર પાસેથી ૧૮.૩૭ ટકા ભાગીદારીમાંથી એક ભાગના પ્રથમ તબક્કામાં રૂ. ,૭૫૦ કરોડનો કરાર કરવામાં આવ્યો છે. કેનેડિયન રોકાણકારો સાથેના કરારના એક દિવસ બાદ ટાટા સન્સ કોર્ટમાં પહોંચ્યું છે.

એસપી જૂથના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટાટા સન્સ દ્વારા કરાયેલી કાર્યવાહીનો હેતુ ફંડ એકઠું કરવાની અમારી યોજનામાં અવરોધ ઊભો કરવાનો છે. એસપી જૂથના વિવિધ એકમોના ૬૦,૦૦૦ કર્મચારીઓવાળા એક લાખ પ્રવાસી મજૂરનું ભાવિ પ્રભાવિત થશે. પ્રવક્તાના અનુસાર આનાથી જૂથને ખુબ નુકસાન થશે. એસપી જૂથ તાતાના દાવાને સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારશે.

મિસ્ત્રી ગ્રુપની કંપનીઓ ટાટા સન્સના સૌથી મોટા શેરહોલ્ડરોમાંની એક છે. મિસ્ત્રી પરિવારના સૌથી મહત્વપૂર્ણ સભ્ય સાયરસ મિસ્ત્રીને ૨૦૧૨ માં ટાટા સન્સના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા પરંતુ તેઓને ૨૦૧૬માં પદ પરથી હટાવવામાં આવ્યા હતા. પછી બંને પક્ષો વચ્ચે લાંબી કાયદાકીય લડત શરૂ થઈ હતી.

(7:32 pm IST)