Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

રાજસ્થાન-ગુજરાતના સરહદી વિસ્તારોમાં સક્રિય છે ગેંગ

સરહદી વિસ્તારોમાં સક્રિય આદિવાસી બાળાઓના સોદાગર

કોટડા (રાજસ્થાન), તા. ૧ર :  ગુજરાતના સરહદી વિસ્તારોમાં એવી ગેંગો સક્રિય છે જે આદિવાસી સમાજની ગરીબ છોકરીઓનું લગ્નના નામે ખરીદ વેચાણ કરી રહી છે. સરહદી ગ્રામીણ વિસ્તારોમાં લગ્નના નામે આદિવાસી છોકરીઓની સોદાબાજીનું આંતરરાજય રેકેટ ચાલી રહ્યું છે. આ ગેંગમાં પુરૂષો ઉપરાંત મહિલાઓ પણ સામેલ છે. લગ્નના નામે છોકરીઓ અને તેના પરિવારને થોડા પૈસાની લાલચ આપીને ફસાવવામાં આવી છે.

દલાલોના ચક્કરમાં ફસાયા પછી જો છોકરીના પરિવાજનો વિરોધ કરે તો તેમને દલાલ ગેંગના સભ્યો ડરાવી-ધમકાવીને ચૂપ કરાવી દે છે. ગુજરાત-રાજસ્થાનમાંથી બહારના લકો લગ્ન માટે દલાલોનો સંપર્ક કરીને લગ્ન કરવા યોગ્ય છોકરીઓ ખરીદવા આવે છે. સ્થાનિક દલાલના માધ્યમથી ર  થી પ લાખ રૂપિયામાં સોદો નકકી થાય છે. દલાલોને એક સોદામાં ૧ થી દોઢ લાખનું કમિશન મળે છે. ઘણીવાર છોકરીની સંમતિ વગર પણ જબરદસ્તી લગ્ન કરાવી દેવાય છે.

અહીં ખરીદી માટે મહારાષ્ટ્રથી માંડીને ગુજરાતના અમદાવાદ, મહેસાણા, પાલનપુર, સિરોહી જીલ્લામાંથી લોકો આવે છે. કોટડા વિસ્તારના બોર્ડીકલા, મામેર, આમલી, મહાદ, અશાવાડ, દોતડ, બેડાધર ઉપરાંત ગુજરાતના સરહદી ગામો ખેડવા, લીલાવંટી, પટારા ગામોમાંથી છોકરીઓની ખરીદી થાય છે. આ વિસ્તારોમાં દર મહિને ૬૦ થી ૭૦ છોકરીઓની સોદાબાજી થાય છે. એક દલાલે નામ ન છાપવાની શરતે કહ્યું કે ગુજરાતના વિસનગર, મહેસાણામાં અહીંથી ૧પ૦ થી વધારે છોકરીઓ ગઇ છે.

(3:36 pm IST)