Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

૨૪માંથી એક ઉમેદવાર ગુજરાતનો

JEE મેઈનનું રિઝલ્ટ જાહેરઃ ૨૪ વિદ્યાર્થીઓએ મેળવ્યા ૧૦૦ પર્સન્ટાઈલ

નવી દિલ્હી, તા.૧૨: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા શુક્રવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવેલા ફાઈનલ મેરિટ લિસ્ટ પ્રમાણે, એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આ વર્ષે લેવાયેલા JEE (મેઈન)ના પેપર ૧માં ૨૪ ઉમેદવારોએ ૧૦૦ પર્સન્ટાઈલ મેળવ્યા છે. આ જાન્યુઆરી અને સપ્ટેમ્બરમાં લેવામાં આવેલી પરીક્ષામાં ઉમેદવારોના પર્ફોર્મન્સ પર આધારિત છે.

ટોપ ૨૪માંથી ૮ ઉમેદવારો તેલંગાણાના છે, જયારે પાંચ દિલ્હીના, ચાર રાજસ્થાનના, ત્રણ આંધ્રપ્રદેશના, ૨ હરિયાણાના અને એક-એક ગુજરાત તેમજ મહારાષ્ટ્રના છે.

JEE (મેઈન) જાન્યુઆરીમાં અને ૧થી ૬ સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવી હતી, મહામારીના કારણે બીજો રાઉન્ડ બેવાર મુલતવી રાખવામાં આવ્યો હતો.

પેપર ૧ એ IITના BTech/BE પ્રોગ્રામ, NIT અને સેન્ટ્રલી-ફંડેડ ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂશન્સ (CFTIs)માં એડમિશન લેવા માટે હોય છે. જયારે પેપર-2 B Archમાં કોર્સિસમાં એડમિશન લેવા માટે હોય છે, જેનું પરિણામ હજુ જાહેર થવાનું બાકી છે.

JEE (મેઈન) પેપર-૧ અને પેપર-૨દ્ગક્ન પરિણામના આધારે, ટોપ ૨.૪૫ લાખ ઉમેદવારો ૨૩ પ્રીમિયર ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (IITs)માં પ્રવેશ માટે JEE (એડવાન્સ)માં ઉમેદવારી નોંધાવી શકશે. JEE (એડવાન્સ) ૨૭ સપ્ટેમ્બરે લેવામાં આવશે.

કોવિડ-૧૯ મહામારીના કારણે સુરક્ષાના પગલા વચ્ચે પરીક્ષાનો બીજો રાઉન્ડ લેવામાં આવ્યો હતો. આ પગલામાં ઉમેદવારો પાસે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું, માસ્ક અને સેનિટાઈઝરની વહેંચણી અને કાઉન્ટર્સ પર ડોકયુમેન્ટ્સનું કોન્ટેકસ-લેસ વેરિફિકેશનનો સમાવેશ થાય છે. રૂમ દીઠ ઓછા ઉમેદવારોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હોવાથી પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારી દેવામાં આવી હતી.

JEE (મેઈન) અને NEETને સ્થગિત કરવા માટે દ્યણા લોકોએ માગણી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ બધી અરજીઓને તેમ કહીને ફગાવી દીધી કે વિદ્યાર્થીઓનું એક વર્ષ બગાડી શકાય નહીં.

(11:24 am IST)