Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કોરોના કાળમાં સોનાની ખરીદીમાં ત્રણ ગણો વધારો

ઇટીએફમાં પાંચ મહિનામાં ફકત ૧૪ હજાર કરોડનું રોકાણ : ગયા નાણાકીય વર્ષમાં ૫૭૪૧ કરોડનું રોકાણ થયુ'તું

નવી દિલ્હી તા. ૧૨ : કોરોના કાળમાં રોજગાર પર દબાણ અને અર્થવ્યવસ્થામાં સુસ્તી વચ્ચે સોનામાં રોકાણ કોરોમાં ઉત્સાહ વધી ગયો છે. આ વર્ષે ફકત પાંચ મહિનામાં સોનામાં અને ખાસ કરીને ઇ-ગોલ્ડમાં રોકાણ ત્રણ ગણુ વધ્યું છે. રિઝર્વ બેંક અને એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડિયાના આંકડામાં આ વાત સામે આવી છે. રિઝર્વ બેંકની છ સીરીઝમાં સોવરેન ગોલ્ડ બોન્ડ જાહેર કર્યા છે. જેમાં રોકાણકારોએ ૧૦૧૩૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પાંચ મહિનામાં ગોલ્ડ ઇટીએફમાં ૩૯૦૦ કરોડનું રોકાણ થયું છે કુલ મળીને આ સમયગાળામાં ઇ-ગોલ્ડમાં ૧૪ હજાર કરોડનું રોકાણ થયું છે જે ગયા વર્ષની સરખામણીએ ત્રણ ગણું વધું છે.

ગયા વર્ષે એપ્રિલ-ઓગસ્ટ વચ્ચે ગોલ્ડ ઇડીએફમાં અંદાજે ૭૫ કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. રોકાણકારોને પણ સોનાએ નિરાશ કર્યા નથી. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં ૩૧ ટકાથી વધુનો વધારો થયો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે અર્થવ્યવસ્થામાં સુસ્તી અથવા ઉથલ-પાથલની સ્થિતિમાં સોનુ સુરક્ષિત માનવામાં આવી રહ્યું છે.

(11:21 am IST)