Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ટોકયો શહેર ધ્રુજી ઉઠયું

જાપાનમાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

ટોકયો તા. ૧૨ : જાપાનના પાટનગર ટોકયોમાં આજે ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો છે.

ભૂકંપનો આંચકો ટોકયોથી ૪૦૭ કિમી ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સવારે ૮.૧૪ કલાકે આવ્યો હતો. જેની તીવ્રતા ૬.૧ માપવામાં આવી હતી. જો કે જાનમાલની નુકસાનીના કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી. એટલું જ નહિ સુનામીની ચેતવણી પણ આપવામાં આવી નથી.

(11:01 am IST)