Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કોરોનાથી 36 લાખથી વધુ દર્દીઓ સાજા: 10 લાખથી ઓછા લોકો હજુ પણ સંક્રમિત

રિકવર કેસ અને સક્રિય દર્દીઓની ટકાવારીનું અંતરમાં ઝડપી વધારો : સ્વાસ્થ્ય મંત્રાલયનું તુલનાત્મક અધ્યન

નવી દિલ્હી : સ્વાસ્થ્ય મંત્રાલયના કોરોના વાયરસને લઈને  તુલનાત્મક અધ્યયન મુજબ કોરોના વાયરસના રિકવર કેસ અને સક્રિય કેસની તુલના કરતાં આંકડા જાહેર કર્યા છે. મંત્રાલયે કહ્યું કે સાજા થનારા દર્દીઓની અને સક્રિય દર્દીઓની ટકાવારીનું જે અંતર છે તે ઝડપથી વધી રહ્યું છે

 

કોરોનાના કુલ કેસમાં અત્યાર સુધીમાં 36 લાખથી પણ વધારે એટલે કે ત્રણ ચતુર્થાશ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 10 લાખ એટલે કે એક ચતુર્થાંશથી પણ ઓછા સક્રિય કેસ છે.   મંત્રાલયે કહ્યું છે કે અત્યાર સુધી 36 લાખ દર્દીઓ સાજા થયા છે અને હોસ્પિટલથી રજા લઈ ચૂક્યા છે

સ્વાસ્થ્ય મંત્રાલયે કરી જાહેરાત 36 લાખ દર્દીઓ થયા છે કોરોનાથી સાજા 10 લાખ દર્દીઓ હજુ પણ કોરોના સંક્રમિત કોરોનાના કુલ કેસમાં અત્યાર સુધીમાં 36 લાખથી પણ વધારે એટલે કે ત્રણ ચતુર્થાશ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 10 લાખ એટલે કે એક ચતુર્થાંશથી પણ ઓછા સક્રિય કેસ છે. મંત્રાલયે કહ્યું છે કે અત્યાર સુધી 36 લાખ દર્દીઓ સાજા થયા છે અને હોસ્પિટલથી રજા લઈ ચૂક્યા છે. કેન્દ્ર સરકારની કોવિડ નીતિઓ વ્યાપક, સરળ અને આક્રમક પરીક્ષણોથી વધારે કોરોના દર્દીઓને શોધવા પર ધ્યાન આપી રહી છે. આ સિવાય કેન્દ્રનું ધ્યાન હોસ્પિટલમાં ગુણવત્તા અને પ્રભાવી ઉપચાલ મેળવવાની શોધમાં છે. હોમ આઈસોલેશનને લઈને પણ મૃત્યુદર ઘટાડવાની કોશિશ કરવામાં આવી રહી છે

(10:56 am IST)