Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ભારતમાં કોરોના વકરશે

ઓકટોબરના પ્રારંભે હશે ૭૦ લાખ કેસ

એક સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો

મુંબઇ,તા.૧૨: કોરોના વાયરસની મહામારીએ ભારતનો ચારેય બાજુથી ભરડો લીધો છે અને હવે તો દરરોજ રેકોર્ડબ્રેક નવા કોવિડ-૧૯ પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા છે. આ દરમિયાન એક સંશોધનમાં દાવો કરાયો છે કે ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં ભારતમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા ૭૦ લાખને વટાવી જશે. આ સાથે જ અમેરિકા સહિત સમગ્ર દુનિયામાં ભારત સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ ધરાવતો દેશ બનવાની આશંકા વ્યકત કરાઇ છે.  

બિટ્સ પિલાની, હૈદરાબાદની રિસર્ચ ટીમના સંસોધનમાં આ ચિંતાજનક વાત સામે આવી છે. બિટ્સ પિલાનીના હૈદરાબાદ સ્થિત 'એપ્લાઇડ મેથેમેટિકસ'વિભાગના ડો. ટીએસએલ રાધિકાએ જણાવ્યુ કે, આ એડવાન્સ સ્ટેટિસ્ટિકલ ટેકનિક મારફતે ભારતમાં કોવિડ-૧૯ના મહામારી મામલે પૂર્વઅંદાજ જારી કરાયો છે. આ ટીમની આગેવાની રાધિકા કરી રહીછે. 

આ સંશોધનનું તારણ 'ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઇન્ફેકિશયસ ડિઝીસેસ'ને તાજેતરમાં મોકલાયો છે. રાધિકાએ કહ્યુ કે, સંશોધનના તારણમાં જાણવા મળ્યુ કે, ભારતમાં ઓકટોબરના પ્રથમ સપ્તાહ સુધી કોરોના વાયરસના પોઝિટિવ કેસો દેશોમાં સર્વાધિક ઉચ્ચત્ત્।મ સ્તરે પહોંચી શકે છે અને હાલ કોરોના સંક્રમિતોના મામલે પ્રથમ ક્રમે રહેલા અમેરિકાને ભારત પાછળ મૂકી દેશે.

(10:34 am IST)