Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

રિયાએ કર્યો ખુલાસો ! થાઇલેન્ડ ટ્રીપ પર સારા પણ ગઇ હતી : જ્યાં સુશાંતે વાપર્યા હતા ૭૦ લાખ

નવી દિલ્હી તા. ૧૨ : રિયા ચક્રવર્તીએ ડ્રગ્સ કેસમાં જે સૌથી મોટું નામ લીધું છે તે નામ સારા અલી ખાનનું છે, જે પટોડીના નવાબ ફેમેલીથી સંબંધ ધરાવે છે. છોટે નવાબ અને એકટર સેફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી છે. સારા અલી ખાન જે હવે રિયા ચક્રવર્તીની સાથે ડ્રગ્સની રમત રમી રહી છે.

સારા અલી ખાનના ફિલ્મ કરિયરની શરૂઆત સુશાંત સિંહ રાજપૂતની સાથે કેદારનાથથી કરી છે. ૨૦૧૮ની વાત છે જયારે સુશાંતની સાથે સારાની ફિલ્મ કેદારનાથ પરદા પર આવી અને ૨ વર્ષમાં જ સારા અલી ખાનનું નામ સુશાંત સિંહ રાજપૂતના નજીકની મિત્ર રિયા ચક્રવર્તીની ડ્રગ્સ સ્ટોરીમાં સામેલ થઇ ગયું.

રિયા ચક્રવર્તીએ NCBને આપેલા તેના નિવેદનમાં સારા અલી ખાનનું નામ લીધું છે. સારા અલી ખાન જે પટોડીના છોટે નવાબ સેફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા સિંહની દિકરી છે.

સારા અલી ખાન સુશાંત સિંહ રાજપૂતની માત્ર કો-સ્ટાર જ નહીં, પરંતુ તે પોતે કહેતી હતી WE ARE BESTIES. રિયા ચક્રવર્તીએ NCBને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, સુશાંત તેના મિત્ર સાથે થાઇલેન્ડ ટ્રિપ પર ગયો હતો અને તે દરમિયાન લગભગ ૭૦ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ ટ્રિપમાં સારા અલી ખાન પણ સુશાંતના મિત્રોમાં સામેલ હતી.

આ વાત પર NCBની તપાસ બાકી છે કે ડ્રગ્સ કેસમાં સારા અલી ખાનનો હાથ કેટલો છે. રિયાના ખુલાસા બાદ એનસીબી સૌથી પહેલા આ ૫ લોકોની સામે પુરાવા એકત્રિત કરશે અને ત્યારબાદ તેમને પૂછપરછ માટે સમન્સ મોકલશે, પરંતુ આ ૫ નામ સામે આવ્યા બાદ બોલીવુડના અન્ય ૨૦ લોકોના ધબકારા વધી ગયા છે.

 

(10:19 am IST)
  • વૈશ્વિક આર્થિક સ્વતંત્રતાનાં રેન્કિંગમાં ભારત ૨૦૧૮માં ૭૯મા સ્થાન પરથી ૧૦૫મા સ્થાન પર સરક્યું : ૧૬૨ દેશોનાં રેન્કિગમાં આર્થિક સ્વતંત્રતાનાં મામલે ભારતનો ક્રમ ૧૦૫મો: કોરોના પહેલાંનાં રેન્કિંગમાં સ્થિતિ આટલી કથળી છે તો જ્યારે કોરોનાની અસર બે વર્ષ પછી જોવા મળશે ત્યારે હાલત કેવી હશે તે કલ્પી..શકાય છે access_time 1:00 am IST

  • ભારતની કોરોનાની વેકસીનને બીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી : કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર : ભારત બાયોટેકની રસીના બીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી : વાનર ઉપર કરાયેલ ટેસ્ટ સફળ રહ્યો : ભારત બાયોટેકનો વેકસીન અંગેનો સફળ રહ્યાનો દાવો access_time 12:10 pm IST

  • વૈશ્વિક ઉત્પાદકો માટે ૧.૬૮ લાખ કરોડની જંગી યોજના આવે છે : અહેવાલો મુજબ મોદી સરકાર કંપનીઓને ભારતમાં ઉત્પાદન કરવા આકર્ષીત કરવા માટે ૧.૬૮ લાખ કરોડનું પ્રોત્સાહન પેકેજ આપવાની યોજના બનાવી રહેલ છે. વાહનો, સોલાર પેનલના ઉત્પાદકો, કન્ઝયુમર્સ એપ્લાયન્સીઝ અને ટેકસટાઇલ સહિત અન્ય કંપનીઓ માટે આ યોજના રહેશે. થોડા સમય પહેલા જ કેન્દ્ર સરકારે સ્માર્ટફોન ઉત્પાદકો માટે ૫૦ હજાર કરોડની યોજના જાહેર કરી છે. access_time 12:47 pm IST