Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

દેશમાં સાયબર સુરક્ષાને મજબૂત કરવા ગૃહમંત્રી અમિતભાઈ શાહની નેટગ્રિડ અધિકારી સાથે બેઠક

ગૃહ સચિવ ઉપરાંત ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી, ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડી પણ ઉપસ્થિત

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત ભાઈ શાહે  નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ એટલે કે નેટગ્રીડના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ગૃહ સચિવ ઉપરાંત ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી, ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સાયબર સિક્યુરિટીને મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હતી.

  તમામ સુરક્ષા દળોના ઇન્ટેલિજન્સ વિંગ સાથે સંકલન કરવા અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. નેટગ્રિડની બેઠકનો એક મહત્વપૂર્ણ મુદ્દો એ પણ છે કે આતંકવાદીઓ જે રીતે હાઇટેક બન્યા છે, તેમની દિનચર્યાઓ બદલાઈ છે. વાયરલેસ સેવાનો ઉપયોગ બંધ કર્યો છે. અને જેમાં આતંકવાદીઓ નવી ફ્રીક્વન્સીઝ અને કોડવર્ડ્સનો ઉપયોગ કરે છે. આ નવી ટેકનિક્સ ને ડીકોડ કરવાની પણ ચર્ચા થઈ.

   ગૃહ પ્રધાન માત્ર નેટગ્રીડને પુનર્જીવિત કરવા માંગે છે, પરંતુ વર્ષના અંત સુધીમાં કામ શરૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નેટગ્રીડમાં આ પ્રોજેક્ટમાં ક્યાં અવરોધ ઊભો થયો છે તે જાણવાની જવાબદારી બે જવાબદાર લોકોને સોપવામાં આવી છે. પ્રથમ સૌરભ ગુપ્તા છે જેની નેટગ્રીડમાં માત્ર અઢી મહિના પહેલા જ નિમણૂક કરવામાં આવી છે. અને અન્ય આશિષ ગુપ્તા છે જે સંયુક્ત સચિવ છે અને જૂના સરકારી કર્મચારી છે. અશોક પટનાયક તેના સીઈઓ બન્યા ત્યારે, 2014 થી નેટગ્રીડને જીવંત બનાવવાની જવાબદારી તેમની પર છે.

(10:13 pm IST)
  • ૬ એકે ૪૭ સાથે ૩ આતંકી ઝડપાયાઃ જમ્મુ-કાશ્મીરમાં હથિયારો સાથે ૩ આતંકીની ધરપકડઃ આતંકીઓ પાસે ૬ એકે૪૭ રાઇફલ ઝડપાઇઃ ત્રણેય આતંકીઓ ટ્રકમાં જઇ રહયા હતાઃ લખનપુર પાસેથી ૩ આતંકીઓની ધરપકડ કરાઇઃ પંજાબથી કાશ્મીર જઇ રહયા હતા access_time 12:59 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • આજથી વરાપ : સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના ઓછી, સિવાય કે એકાદ - બે જગ્યાએ વરસી જાય : ઈન્સેટ તસ્વીરમાં પણ વાદળો ગાયબ છે access_time 11:31 am IST