Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ગણિતે ક્યારેય પણ આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણ શોધવામાં મદદ કરી નહોતી :કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલે લોચો માર્યો

કેન્દ્રીયમંત્રી ગોયલ અને વ્યાપારી મંડળ વચ્ચે બેઠકમાં બાફી મારતા લોકોએ મજાક ઉડાવી

નવી દિલ્હી : કેન્દ્રીય રેલવે અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને લોકો દ્વારા ખુબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીયમંત્રી ગોયલ અને વ્યાપારી મંડળ વચ્ચે એક બેઠક યોજોઇ હતી. બેઠકમાં પોતાનાં સંબોધનમાં ગોયલ 5 ટ્રીલીયન ઇકોનોમી અને અર્થતંત્ર વિશે વાત કરતા હતા ત્યારે કેન્દ્રીયમંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે, 'ગણિતે ક્યારેય પણ આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણની શોધવામાં મદદ કરી નહોતી. માટે 5 ટ્રીલીયન ઇકોનોમીનાં કોન્સેપ્ટને માત્ર ગાણેતીક પ્રમયની માફક જોવા જોઇએ નહી.

કેન્દ્રીયમંત્રી દ્વારા મારવામાં આવેલા લોચાને ત્યા બેઠેલી કોઇ વ્યક્તિ દ્વારા તુરંત ટ્વીટ કરી કહેવામાં આવ્યું કે ગુરુત્વાકર્ષણનાં નિયમોની શોધ આઇઝેક ન્યૂટન દ્વારા કરવામાં આવી હતી અને આઈન્સ્ટાઈનને તેમની સાપેક્ષતાનાં સિદ્ધાંત માટે શ્રેય આપાય છે. કેટલાક લોકોએ કેન્દ્રીયમંત્રીના આ નિવેદનની મજાક પણ ઉડાવી હતી. આ વાત આખો દિવલ ટ્રોલીંગ ટ્રેન્ડમાં રહી અને લોકો આ વિશે અનેક પ્રકારનાં મંતવ્યો આપતા પણ જાવા મળ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વાહનના વેચાણમાં ઘટાડા માટે ઉબેર અને ઓલા જેવી રાઇડ-હીલિંગ સેવાઓ દોષી ઠેરવવી હતી. અને કહ્યું હતું કે ઉબેર-ઓલાનાં કારણે વાહનોનું વેચાણ ધટ્યું છે અને જેનાથી વાહન પરની ટેક્સની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે.

લોકો દ્વારા બને બાબતોનો સાથે મોળવી કહેવામાં આવ્યું કે મોદી મંત્રીમંડળનાં મંત્રીઓ મંદીનાં કારણે ભાન ભૂલી રહ્યા છે અને રધવાયા થઇ આ પ્રકારનાં નિવેદનો કરી રહ્યા છે

(10:00 pm IST)