Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

રૉબર્ટ વાડ્રાની વિદેશ જવાની અરજી પર દિલ્હી કોર્ટ દ્વારા નિર્ણંય સુરક્ષિત રખાયો

વાડ્રાની અરજીનો ઈડીએ વિરોધ કર્યો હતો.

નવી દિલ્હી : દિલ્હીનાં રાઉજ એવેન્યૂ કોર્ટે રોબર્ટ વાડ્રાની વિદેશ જવાની અરજી પર નિર્ણય શુક્રવારે બપોરે બે વાગ્યા સુધી માટે સુરક્ષિત રાખ્યો છે.રૉબર્ટ વાડ્રા 21 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી બિઝનેસ માટે વિદેશ જવા માંગે છે. વાડ્રાની અરજીનો ઈડીએ વિરોધ કર્યો હતો.

   અત્રે ઉલ્લેખનીય છેકે, વાડ્રા લંડનમાં 19 લાખ પાઉન્ડની સંપત્તિ ખરીદવાની સાથે જોડાયેલા મની લોન્ડરિંગનાં મામલામાં તપાસનો સામનો કરી રહ્યા છે.

  આ પહેલાં કોર્ટે જૂનમાં વાડ્રાના સ્વાસ્થ્યનાં કારણોને લીધે તેને છ સપ્તાહ માટે અમેરિકા અને   નેધરલેન્ડ જવાની પરવાનગી આપી હતી.પરંતુ બ્રિટન જવાની પરવાનગી આપી ન હતી. ઈડીએ આશંકા વ્યક્ત કરી છેકે, વાડ્રાને જો બ્રિટન મોકલવામાં આવશે તો તે પુરાવા નષ્ટ કરી શકે છે.

(7:26 pm IST)