Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

વાહનચાલક ઘરે કાગળો ભુલી ગયા હોય અને પોલીસ રિસીપ્ટ આપી દે તો તે દંડને કેન્સલ કરાવીને બચી શકાય

નવી દિલ્હી :મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019) લાગુ થયા બાદ ગાડીના માલિકો ડરી ગયા છે. જેમની પાસે પૂરતા કાગળ છે, તેઓને કોઈ ટેન્શન નથી, પરંતુ જેમના કાગળો પૂરા નથી તેઓ દરેક સિગ્નલ પર ચારેતરફ નજર ફેરવી રહ્યાં છે. ક્યાંક ટ્રાફિક પોલીસવાળો તેમની પાસે આવીને કાગળ માંગવા ન લાગે. લોકોની વચ્ચે હજારો રૂપિયાનો દંડ લાગવાનો ખૌફ દરેકમાં જોવા મળી રહ્યો છે. તેથી તેઓ એક-એક કાગળ ચકાસીને ઘરની બહાર નીકળી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે કેટલાક લોકો એવા પણ છે, જેઓ પૂરી સજાગતા છતા જલ્દી જલ્દીમાં પોતાના કાગળોને ઘરે ભૂલી રહ્યાં છે.

માત્ર 100 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે

જો તમારી પાસે કાગળો પૂરતા છે તો તમને માત્ર 100 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે. મોટર વ્હીકલ એક્ટ અનુસાર જો તમારી પાસે ડીએલ, ગાડીની આરસી, ઈન્સ્યોરન્સ અને પોલ્યુશન સર્ટિફિકેટ જેવા તમામ ડોક્યુમેન્ટ્ છે, પરંતુ તમે ભૂલથી ક્યાંક આ કાગળો ભૂલી ગયા છો, અને ટ્રાફિક પોલીસે તમારી પાવતી કાપી નાંખી છે, તો ટેન્શન લેવાની જરૂર નથી. તમે આ દંડને કેન્સલ પણ કરાવી શકો છો.

પ્લાનિંગ બ્રાન્ચ જઈને કેન્સલ કરાવો દંડ

નવા નિયમ અનુસાર તમે 100 રૂપિયા આપીને તમારા ભારે-ભરખમ દંડને કેન્સલ કરાવી શકો છો. મોટરી વ્હીકલ એક્ટના નિયમો અનુસાર, પાવતી કપાવવાના સમયે તમારી પાસે કાગળો ઉપલબ્ધ નથી, તો તમે દંડ કપાયાની તારીખથી 15 દિવસની અંદર પ્લાનિંગ બ્રાન્ચ જઈને તમારો દંડ કેન્સલ કરાવી શકો છો. આ નિયમ અનુસાર, તમને માત્રન 100 રૂપિયાનો ચાર્જ લાગશે. આ માટે તમારે પ્લાનિંગ બ્રાન્ચમાં તમામ ઓરિજિનલ પેપર બતાવવાના રહેશે.

જે દસ્તાવેજ માટે તમને દંડ લાગ્યો છે, જો તે પૂરા છે તો પ્લાનિંગ બ્રાન્ચની તરફથી તમારો દંડ કેન્સલ કરવામાં આવશે. જોકે, તેના માટે એક શરત એવી છે કે, જે તારીખ પર તમને દંડ થયો છે, તે પહેલાના તમારા તમામ દસ્તાવેજ હોવા જોઈએ. તે તારીખ પછીના કાગળ હોય તો તે નિયમ અનુસાર માન્ય નહિ ગણાય. એટલે એમ કે, તમારો દંડ 1 સપ્ટેમ્બરનો હોય તો તમામ દસ્તાવેજ તે પહેલાના હોવા જોઈએ.

(5:24 pm IST)