Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

અમેરીકા-રશીયા-યુરોપ-ઇઝરાયલને ફુંકી મારોઃ મુસ્લિમોને પશ્ચિમના દેશો ઉપર ત્રાટકવાનો આદેશ

અલકાયદાના મુખીયા ઝવાહીરીનો નવો વિડીયો વાયરલ

વોશિંગ્ટનઃ આતંકી સંગઠન અલકાયદાના નેતા અયમાન અલ-જવાહિરીએ બુધવારે એક વીડિયો જાહેર કરીને મુસ્લિમોને પશ્ચિમી દેશો પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા છે. વાયરલ વીડિયોમાં જવાહિરીએ મુસ્લિમોને કહ્યું કે અમેરિકા, યુરોપ, ઈઝરાયલ અને રશિયા જેવા પશ્ચિમ દેશો પર હુમલો કરીને તેમને નષ્ટ કરી દો. જવાહિરી ૯/૧૧ આતંકી હુમલાની ૧૮મી વરસી પર મુસ્લિમોને સંબોધિત કરી રહ્યા હતા.

અમેરિકાની કંપની સર્ચ ફોર ઈન્ટરનેશનલ ટેરરિસ્ટ એન્ટિટીઝ(SITE) આ વાતનો ખુલાસો કર્યો છે. એસઆઈટીઈ આતંકી સંગઠનોની ઓનલાઈન ગતિવિધિઓને ટ્રેક કરે છે. બાદમાં જવાહિરીનો આ વીડિયો પ્રકાશમાં આવ્યો છે

અલકાયદાના નેતાએ કહ્યું જો તમે જેહાદ ઈચ્છો છો તો પશ્યિમ દેશોની સેનાને ધીરે-ધીરે ખત્મ કરતા રહો. અમેરિકન સૈનિક આજે પૂર્વથી પશ્યિમ સુધી સમગ્ર વિશ્વમાં છે. 

જવાહિરીના ૩૩ મિનિટ ૨૮ સેકન્ડના ભાષણને રેકોર્ડ કરવામાં આવ્યું હતું. જવાહરિએ તેમના ભાષણમાં જિહાદી રસ્તો છોડનાર લોકોની ટીકા કરી હતી. ખાસ કરીને એવા લોકો જે એમ કહે છે કે ૯/૧૧ જેવા હુમલા થવા ન જોઈએ, કારણે કે તેમાં સામાન્ય નાગરિકો પણ મરે છે.

(3:59 pm IST)
  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST

  • ભારતીય સેનામાં પહેલીવાર સિપાહીના પદ માટે મહિલાઓની ભરતી :મોટી સંખ્યામાં યુવતીઓ ઉમટી પડી : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 4458 ઉમેદવારોએ પરીક્ષા આપી : સીમા સુરક્ષા દળ માફક ભારતીય સેનાએ મહિલાઓ માટે ભરતી કરવા નિર્ણંય : ભારે પ્રતિસાદ મળ્યો access_time 12:59 am IST

  • ૬ એકે ૪૭ સાથે ૩ આતંકી ઝડપાયાઃ જમ્મુ-કાશ્મીરમાં હથિયારો સાથે ૩ આતંકીની ધરપકડઃ આતંકીઓ પાસે ૬ એકે૪૭ રાઇફલ ઝડપાઇઃ ત્રણેય આતંકીઓ ટ્રકમાં જઇ રહયા હતાઃ લખનપુર પાસેથી ૩ આતંકીઓની ધરપકડ કરાઇઃ પંજાબથી કાશ્મીર જઇ રહયા હતા access_time 12:59 pm IST