Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ચાર- ચાર પેઢી દેણામાં ડુબીઃ ૫ સભ્યોની આત્મહત્યાઃ વંશ ખતમ

પંજાબની હૈયુ હચમચાતી ઘટનાઃ પરિવારના એક માત્ર પુત્રએ જીવન ટુકાવ્યું

બરનાલાઃ દેવાના બોજ તળે દબાયેલ પંજાબના બરનાલા જીલ્લાના ભોતના ગામમાં એક પરિવારના ચોથી પેઢીના પાંચમા વ્યકિતએ આત્મહત્યા કરી છે. ચાર- ચાર પેઢીથી દેણાના બોજ હેઠળ આ પરિવારમાં આત્મહત્યાનો સીલસીલો ચાલુ છે.

લવપ્રીત સિંહ (૨૨)ની પહેલા તેના પરદાદા, દાદા, દાદાના ભાઈ અને પિતાએ પણ કરજના કારણે જીવન ટુંકાવી દીધુ હતું. ૫૦ વર્ષ પહેલા આ પરિવાર પાસે ૧૩ એકર જમીન હતી, હાલ તેમની પાસે ફકત ૧ એકર જમીન જ બચી છે. યુવકના ઘરમાં દાદી, માતા અને બહેન છે.

ગામના સરપંચ બુધસિંહે જણાવેલ કે લવપ્રીતના પરદાદાએ જોગીન્દરે કરજ લીધુ હતું. ૪૦ વર્ષ પહેલા તેમણે જીવ દીધો હતો. આ દેણાના વ્યાજથી ત્રાસી લવપ્રીતના દાદા ભગવાનસિંહે પણ ૨૫ વર્ષ પહેલા આત્મહત્યા કરી હતી. આમ વ્યાજ વધતુ ગયુ અને જમીન ઘટતી ગઈ હતી.

(3:57 pm IST)