Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

બબીતા ફોગટનું હરિયાણા પોલીસમાંથી રાજીનામું: હવે ભાજપ સાથે રાજકીય અખાડામાં દંગલ કરશે

બબીતા ચરખી દાદરી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

નવી દિલ્હી :જાણીતી  પહેલવાન અને ભાજપ નેતા બબીતા ફોગટે હરિયાણા પોલીસમાંથી રાજીનામું આપ્યુ છે. બબીતાએ રાજીનામું આપતાની સાથે તે ચૂંટણી લડી શકે છે. બબીતા ફોગટ તાજેતરમાં  તેના પિતા મહાવીર ફોગટ સાથે કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજૂની હાજરીમાં ભાજપમાં સામેલ થઈ હતી. મળતી માહિતી પ્રમાણે બબીતા ચરખી દાદરી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

બબીતાના પિતા ભાજપ પહેલા અજય ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. હરિયાણામાં ભાજપે વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી અભિયાન પણ શરૂ કર્યુ છે. પીએમ મોદી સહિત કેન્દ્રીય પ્રધાનો હરિયાણામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

(1:17 pm IST)