Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

હવાલદાર અબ્દુલ હમીદ : એક સમર્પિત મુસ્લિમ અને ૧૯૬૫ના ભારત - પાક. યુદ્ધનો વીરનાયક

ભારતીય સેન્ય પાસે શોર્યની એક પ્રણાલી અને ઇતિહાસ છે. હિન્દુ અને મુસ્લિમ બન્ને આપણી રાષ્ટ્રીય ચળવળો દરમ્યાન તથા સ્વાતંત્ર્ય બાદ આપણા પડોશી દેશો સાથેના લગાતાર પાંચ યુદ્ઘોમાં ખભેખભા મિલાવીને લડયા છે. ભારતીય સૈનિકો, પ્રથમ અને દ્વિતિય વિશ્વયુદ્ઘ દરમ્યાન એમના લડાયક જુસ્સા માટે અને અનેક મેડલ તથા વિકટોરીયા ક્રોસ જીતવા માટે જાણીતા છે. તેઓ હંમેશા અવિરત રાષ્ટ્રભાવના સહ આ દેશના ગોરવની રક્ષા કાજે એમના અંતિમ શ્વાસ લગી લડયા છે.

હવાલદાર અબ્દુલહમીદ (જન્મ ૧ જુલાઇ ૧૯૩૩ ,જિલ્લો- ગાજીપુર, ઉત્તરપ્રદેશ)ની વીરતા પ્રસિદ્ઘ છે. તેઓ ૧૯૬૫ ભારત-પાક યુદ્ઘમાં ભારતીય સેન્યની ચોથી ગ્રેનેડીયરના એક હિસ્સારૂપ હતા.

અસલ ઉત્ત્।ર ઓપરેશનના ખેમકરણ સેકટરના ભિષણ યુદ્ધ દરમ્યાન જચારે પાકિસ્તાની સૈન્યની પેટન ટેંકોની એક ટુકડી ભારતની દિશામા મારગ બનાવતી હતી ત્યારે હવાલદાર અબ્દુલ હમીદએ ભારત તરક આગળ વધતી ટેંકોનો ધણધણાટ સાંભળીને તેઓ એક પ્રતિધાતરોધક બંદૂકને એક જીપ પર ગોઠવીને આવી રહેલી ટેકો તરક આગળ વધ્યા.

એમણે ઊંચા વધેલા પાક (વાવેતર)ની ઓથ લઈને પોતાની ગન ગોઠવી અને શેલ નો મારો ચાલુ કર્યો, જેણે પાકિસ્તાની ટેકોને ભારે નુકશાન પહોચાડ્યું. દુશ્મન તરફ્થી થતા ભારે મશીનગનના ફાયરીંગ સામે જરા પણ અચકાયા વિના હમીદે વધુ ત્રણ પેટ્ન ટેકોને ઉલાળી મૂકી. પોતે બીજી પોઝીશન લે એ પહેલા એમની જીપ લગત આવી પહોંચેલા પાકિસ્તાની તોપમારાથી એમાં વિસ્ફોટ થયો અને હમીદ તેજ ક્ષણે મૃત્યુ પામ્યા. (સપ્ટેમ્બર ૧૦, ૧૯૬૫) અબ્દુલ હમીદના આ અસાધારણ પરાક્રમથી પ્રેરાઈને એમના સાથીઓની નૈતિક હિંમતમાં એકદમ પ્રોત્સાહક વધારો થયો અને એમણે પાકિસ્તાની હુમલાખોર ટુકડીને જબરદસ્ત લડત આપીને મારીને તગેડી મૂકી.

હમીદના અદ્દભૂત શૌર્ય અને બલિદાનને લશ્કરના સર્વશ્રેષ્ઠ સન્માન તરીકે મરણોત્તમ પરમવીર ચક્ર થી સન્માનવામાં આવ્યુ. ભારતીય સેના તરફથી યુદ્ધના સ્થળે એક મકબરો બાંધવામાં આવ્યો. જયાં એમની શહીદીના દિને દર વર્ષે એક મેળો ભરાય છે. સમગ્ર રાષ્ટ્ર, હવાલદાર અબ્દુલ હમીદ, એક સમર્પિત મુસ્લિમ માટે ગર્વ અનુભવે છે કે જેણે દેશ માટે પોતાની જાતને હોમી દીધી.(૩૭.૮)

(1:01 pm IST)