Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

બપોરે ૧૨-૫૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

જમ્મુ-કાશ્મીરમાં 6 એકે ફોર્ટી સેવન રાઈફલ સાથે ત્રણ આતંકીઓ ઝડપાયા : હિન્દુસ્તાન પેટ્રોલિયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, આખી ટેન્ક ફાટી, કેટલાક ગામડા ખાલી કરાવાયા ઇસરોની વહારે નાસા, વિક્રમ લેન્ડરને ધડાધડ મેસેજો મોકલે છે, સંપર્ક માટે પ્રયાસો : કાશ્મીર મુદ્દે પાકિસ્તાન વિશ્વને સાથે લેવામાં નિષ્ફળ, વિશ્વ ભારતની સાથે છે, પાકિસ્તાનના ગૃહ મંત્રી નો ઇમરાન ખાનને તમાચો : ગુજરાતમાં 118 ટકા વરસાદ વરસી ગયો, 26મી સુધીમાં ચોમાસાની વિદાય, આજે સવારે 14 તાલુકામાં એકથી બે ઇંચ વરસાદ : સરદાર સરોવર ડેમ છલોછલ ભરાવવામાં માત્ર એક મીટર બાકી : ભાદર ડેમ છલકાવા માં હવે માત્ર બે ફૂટ બાકી : રાજકોટ સહિત અનેક સ્થળે તડકો નીકળ્યો : લડાખ માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઢીસૂમ ઢીસૂમ : ટ્રાફિકના આકરા દંડ સામે દેશભરમાં ભારે વિરોધ, ભાજપશાસિત ત્રણ સહિત સાત રાજ્યો એ નવા ટ્રાફિક નિયમોની વિરુદ્ધ માં ધોકો પછાડ્યો : સુબ્રમણ્યમ સ્વામીનું પુસ્તક સનસનાટી મચાવશે, ટીમ મોદીમાં અયોગ્ય અને ચાપલુસીયા ભર્યા છે, યોગ્ય સલાહ પણ અપાતી નથી : ટોચના કોંગી નેતાઓ સાથે સોનિયાજીની મહત્ત્વની મંત્રણાઓ, ગુજરાતનું જમ્બો સંગઠન વિખેરાઈ શકે છે,: કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની આવતીકાલે બેઠક: અમેરિકા સાથેનો ટ્રેડ વોર ચીનને ભારે પડયો, 30 લાખ બેકાર બન્યા

(12:51 pm IST)