Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ઓશોએ સભાનતાપૂર્વક જીવતા શીખવ્યુ

મારૂ આધ્યાત્મિક જીવન ત્યારે શરૂ થયુ જયારે હું એવા પડાવ પર પહોંચી ગયો હતો જયાં બિહારની કોઈ વસ્તુ કોઈ મહત્વની નહોતી રહેતી. મારી પાસે રૂપિયા, સારો પરિવાર, શહોરત, ઈજ્જત બધુ જ હતું. જે પણ કામનાઓ હતી તે બધી પૂરી થઈ ચૂકી હતી. તે વખતે મેં વિચારવાનું શરૂ કર્યુ હતુ કે બધા ગુરૂઓ જે ચેતનાની વાત કરે છે તે છે શું. હું પુસ્તકોની દુકાનોમાં તેના વિશે શોધ્યા કરતો હતો પણ તે ત્યાં થોડી મળે?

આ શોધખોળ દરમિયાન હંુ એક દિવસ ઓશોને મળ્યો તો મને લાગ્યુ કે મારા બધા સવાલોના જવાબ તેમની પાસે છે. હું અંદરની ગંદકી સાફ કરવા માટે આચાર્ય રજનીશ (ઓશો)ના શરણમાં ગયો હતો ત્યાં જવાથી શરીરમાં એક અજબ શકિતનો સંચાર થયો અને મન શાંત થયુ.

હોશ એવુ તત્વ છે જે દરેક ચીજની ગુણવતા બદલી નાખે છે. એક ચોટ જયારે કોઈ ગુરૂ કરે તો આપણે તેને ડીવાઈસ કહીએ છીએ અને સામાન્ય માણસ કરે તો આપણે તેને બદલો કહીએ છીએ. હોંશથી આખી રાત વાત બદલાઈ જાય છે એ હું ઓશો પાસેથી શીખ્યો.

સ્વ.વિનોદ ખન્ના  (ફિલ્મ અભિનેતા અને રાજકારણી)

 

(11:41 am IST)