Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

પીએમ મોદી આજે ખેડુત માનધનયોજના કરશે લોન્ચ

દેશભરના ખેડુતોને મળશે ભેટઃ મળશે દર મહિને ૩ હજારનું પેન્શન

રાંચી, તા.૧૨: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઝારખંડની જમીનથી રાજય તેમજ દેશની પ્રજાને મહત્વની ભેટ આપશે. વડાપ્રધાન રાષ્ટ્રીય સ્તર પર કિસાન માનધન યોજના લોન્ચ કરશે. છુટક વ્યાપારિક તેમજ સ્વરોજગાર પેન્શન યોજના તથા એકલવ્ય મોડલ વિદ્યાલયનો શુભારંભ રાંચીથી કરશે. તેની સાથે જ ઝારખંડ વિધાનસભાના નવા ભવન અને સાહિબત્રંજના મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદઘાટન કરીને ઝારખંડ વાસીઓને પણ વિશેષ ભેટ આપશે.

ખેડુતોને સામાજીક સુરક્ષા કવચ ઉપલબ્ધ કરાવા માટે માસિક પેન્શન રૂપે પ્રધાનમંત્રી કિસાન માનધનયોજના લાગુ કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ૧૮ થી ૪૦ વર્ષના ઉંમરના ખેડુતોનું રજીસ્ટ્રેશન થઇ શકશે. ખેડુતોને ૬૦ વર્ષની ઉંમર પૂરી થયા બાદ ૩૦૦૦ રૂપિયા માસિક પેન્શન મળશે. કિસાન માનધન યોજના માટે ઝારખંડમાં એક લાખ નવા હજારથી વધુ ખેડુતોનું રજીસ્ટ્રેશન થઇ ચુકયું છે.

દેશના છુટક વપાર કરતા દુકાનદારો અને સ્વરોજગાર કરનારને પેન્શનની યોજનાને જોડવાની પહેલ કરી છે તેના હેઠળ ૧૮ થી ૪૦ વર્ષના છુટક વેપારીઓ તેમજ દુકાનદારોને પણ ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ ૩૦૦૦ રૂપિયા પ્રતિ મહિને પેન્શન મળશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ઝારખંડમાંથી દેશને મોટી ભેટ આપશે. પીએમ મોદી રાંચીમાં આયોજીત થનારા સમારોહમાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, છુટક વેપારી અને સ્વરોજગાર પેન્શન યોજના તેમજ એકલવ્ય મોડલ વિદ્યાલયનો શુભારંભ કરશે.

(11:40 am IST)