Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

મોદીની ટીમમાં અયોગ્ય-ચાપલુસીયાઃ મંત્રી-સાથી પણ નથી આપતા યોગ્ય સલાહ

મોદી પોતાના મિત્રો અને જડહિન પ્રધાનો ઉપર નિર્ભર છેઃ અર્થતંત્ર અંગે તેમને સાચી પરિસ્થિતિની માહિતી નથી આપતાઃ દેશને અંધારામાં રાખનાર ભયાવહ સ્થિતિ જેવી સ્થિતિ છે: ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનું પુસ્તક સનસનાટી મચાવે છેઃ ૩૦મીએ પ્રકાશિત થશેઃ પુસ્તકમાં સ્ફોટક વિગતો હોવાનું અનુમાન

નવી દિલ્હી, તા. ૧૨ :. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીમમાં અયોગ્ય અને ચાપલુસી કરનારાઓની ભરમાળ છે. સ્વામીએ દાવો કર્યો છે કે પીએમ મોદીના સહયોગી મંત્રી અને સલાહકાર પણ તેમને ન તો સાચી સલાહ છે અને ન તો તેમને સત્યથી વાકેફ કરે છે. પોતાના નવા પુસ્તક 'રિસેટઃ રિગેનિંગ ઈન્ડીયાઝ ઈકોનોમિક લેગેસી'માં સ્વામીએ લખ્યુ છે કે નરેન્દ્ર મોદી પોતાના પૂર્વવર્તી ડો. મનમોહન સિંહથી સાવ વિપરીત છે. માઈક્રો ઈકોનોમિકસથી તો તેઓ અનૌપચારીક રીતથી પરીચીત છે પરંતુ મેક્રો ઈકોનોમિકસના અંતરક્ષેત્રીય ગતિશીલ પેચીદગીયોથી તેઓ વાકેફ નથી આમ છતા તેમણે કઠીન પરિશ્રમ અને જનમાનસની વચ્ચે લોકપ્રિય છબી થકી ઘણા સુધારાત્મક પગલા લીધા છે. તેઓ પૈસાના મામલામાં પ્રમાણિત છે.

ધ પ્રિન્ટમાં છપાયેલા સ્વામીના પુસ્તકના કેટલાક ઉલ્લેખો છે જે અનુસાર શૈક્ષણિકરૂપથી આંશિક રીતે પછાત હોવાથી મોદી પોતાના મિત્રો અને જડહિન પ્રધાનો ઉપર વધુ નિર્ભર છે. તેઓ કદી તેમને અર્થવ્યવસ્થાના મામલે ન તો વાસ્તવિકતા જણાવે છે અને ન તો તેમને મેક્રો ઈકોનોમિકસની સાચી વ્યાખ્યા કરી તેમને યોગ્ય સલાહ આપે છે કે જેની તેમને વધુ જરૂર છે.

ભાજપના સાંસદે લખ્યુ છે કે અયોગ્ય સલાહકારોને કારણે જ આપણે નોટબંધી અને જીએસટી જેવી અનેક મુશ્કેલીઓ નિહાળી છે જો કે બન્નેએ અર્થવ્યવસ્થાને હવે ગતિ આપી દીધી છે, પરંતુ એક વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી એક દબંગ વ્યકિત છે. જેઓ રાજકીય હરીફો વગર જીતતા રહ્યા છે. સ્વામીએ પોતાના પુસ્તકમાં લખ્યુ છે કે, રાજકીય રીતે બેફીકર મોદીને અર્થવ્યવસ્થા જેવા જટીલ વિષય પર નહિ ચૂંટાયેલા રાજકીય સલાહકારો અને સાથીઓ પર નિર્ભર રહેવુ પડે છે.

સ્વામીના આ પુસ્તકનુ લોકાર્પણ ૩૦મી સપ્ટેમ્બરે મુંબઈ ખાતે થશે. જેમાં તેમણે લખ્યુ છે કે, મોદીની આજુબાજુમાં કેટલાક એવા લોકો છે જેઓ મોટો પગાર લે છે અને ભકતો પણ નિયુકત થયા છે જેઓ વાસ્તવમાં ડરપોક અર્થશાસ્ત્રી છે અને તેઓ બધા પીએમને એવી ચીજો બતાવે છે જે તેઓ સાંભળવા માંગતા નથી. આ બાબત દેશને અંધારામાં રાખવા ભયાનક સ્થિતિ છે.(૨-૧)

 

(11:37 am IST)