Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

નવો મોટર વ્હીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં બંગાળમાં લાગુ નહીં થાય. : મમતા બેનર્જી

દીદીએ કહ્યું કે આ કાયદો લોકો પર બોજ સમાન છે

કોલકાતા : કેન્દ્રની મોદી સરકાર દ્વારા તાજેતરમાં જ સંસદમાં પારિત નવો મોટર વ્હીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં કરવાનું નિવેદન આપ્યું છે

  મમતા દીદીનાં નવા ફરમાન પ્રમણે કેન્દ્રની મોદી સરકાર દ્વારા તાજેતરમાં જ સંસદમાં પારિત નવો મોટર વ્હીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં કરવાનું નિવેદન આપ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બનેર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકારનો નવો મોટર વ્હીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં થાય. સીએમ મમતા દીદીએ કહ્યું કે આ કાયદો લોકો પર બોજ સમાન છે. મમતા બેનર્જીએ નવા મોટર વ્હીકલ એક્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે વ્હીકલ એક્ટને અમે હાલ લાગુ નહીં કરી શકીએ.

   મમતા દીદીએ જણાંવ્યું કે, સલામત અને સારી રીતે ડ્રાઇવિંગ કરો અને જીવન બચાવોનો સંદેશો આપ્યો . મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે મોટર વ્હીકલ એક્ટમાં લેવામાં આવેલો નિર્ણય માનવાધિકારને જોઈને લેવાની જરૂર હતી. રાજ્યમાં ગરીબ લોકો પણ છે, તેમની પાસે દંડની મોટી રકમના પૈસા કયાંથી આવશે.

(12:00 am IST)