Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

કાશ્મીર મુદ્દાને હાથ ધરવામાં પટેલ સાચા, નહેરુ ખોટા હતા

કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા દાવો કરાયો :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે ઐતિહાસિક ભુલને સુધારી સાહતનો પરિચય આપ્યો છે : સ્થિતિ સામાન્ય બની ગઈ

અમદાવાદ, તા. ૧૧ : કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે આજે કહ્યું હતું કે, સ્વતંત્રતા બાદ જમ્મુ કાશ્મીરના મુદ્દાને હાથ ધરવાના મામલામાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ખોટા હતા.જ્યારે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાચા હતા. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ની મોટા ભાગની જોગવાઈને દુર કરી દેવામાં આવી છે. પ્રસાદે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક ભુલને સુધારીને સાહસનો પરિચય આપ્યો છે. પત્રકારોની સાથે વાતચીતમાં પ્રસાદે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરને લઈને સરદાર પટેલ સાચા હતા, જવાહરલાલ નહેરુ ખોટા હતો. કલમ ૩૭૦ એ ઐતિહાસિક ભુલ હતી. એ વખતે કરવામાં આવેલી ઐતિહાસિક ભુલને મોદીએ સુધારીને સાહસનો પરિચય આપ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા આજે અહીં મોદી સરકારની બીજી અવધીના ૧૦૦ દિવસની સિદ્ધિઓની માહિતી આપવા પહોંચ્યા હતા. પ્રસાદે કહ્યું હતું કે, કલમ ૩૭૦ની મોટાભાગની જોગવાઈઓને દુર કરી દેવામાં આવી છે.

           આ નિર્ણય ઐતિહાસિક, સાહસિક, દુરગામી અને જમ્મુ કાશ્મીરની સાથે જ ભારતના વ્યાપક હિતમાં છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે તેમની યોજના અને નિર્ણયને અમલી કરવામાં ઉલ્લેખનીય ભૂમિકા ભજવી છે. પ્રસાદે કહ્યું હતું કે, ગયા મહિનામાં બંધારણની આ વિવાદાસ્પદ જોગવાઈને દુર કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં એક પણ ગોળી ચાલી નથી. જમ્મુ કાશ્મીરના ૧૪ પોલીસ સ્ટેશનને બાદ કરતા તમામ ક્ષેત્રોમાંથી સંચારબંધી કરી દેવામાં આવી છે. કાનુન મંત્રીએ કહ્યું હતું કે, અમેરિકા, બ્રિટન, રસિયા, ફ્રાંસ જેવા દેશો જમ્મુ કાશ્મીરના ખાસ દરજ્જાને ખતમ કરવાના લઈને ભારતની પ્રશંસા કરી છે. ચીને પણ કોઈ રીતે ભારતનો વિરોધ કર્યો નથી. કોંગ્રેસ દુવિધાભરી સ્થિતિમાં છે.

(12:00 am IST)
  • સાવરકુંડલાના ખડસલીમાં ધોધમાર વરસાદ.:ખડસલીની જામવાળી નદીમાં આવ્યું પુર.:નદીમાં પુર આવતા લોકો પુર જોવા ઉમટ્યા. access_time 11:18 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST