Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ગાડીમાંથી દીકરી પડી ગઇ એની ખબર પરિવારને ૪૦ કિલોમીટર પછી પડી

કોચી તા.૧૧: કેરળના ઇડુકી જિલ્લાના એક ફોરેસ્ટ જેવા વિસ્તારમાં ચાલતી જીપમાંથી એક બાળકી પડી ગઇ અને કારમાં બેઠેલા પરિવારને ખબર પણ ન પડી. પરિવાર તામિલનાડુના પલાની મંદિરમાં દર્શન કરવા જઇ રહ્યો હતો. રાતના સાડા નવ વાગ્યાનો સમય હતો અને કાર મુન્નારમાં જંગલમાંથી પસાર થઇ રહી હતી. બાળકી પાછળની સીટમાં માના ખોળામાં સૂતી હતી. કારમાં બધાની જ આંખ લાગી ગઇ હતી અને એવામાં બાળકી જાગી ગઇ. ખુલ્લી બારીમાંથી ડોકિયું કરવા જતાં એ બહાર પડી ગઇ. જીપમાં કદાચ વધુ લોકો ભરેલા હતા અને જીપે અચાનક બ્રેક મારતાં છોકરી ઊછળીને બહાર પડી ગઇ હતી. નવાઇની વાત એ છે કે ઘટનાસ્થળથી ૪૦ કિલોમીટર દૂર મુલારીકુડી ગામ પાસે પહોંચ્યા પછી પરિવારને ખબર પડી કે તેમની દીકરી રોહિતા ગાયબ છે. તેમણે તરત જ નજીકના પોલીસ-સ્ટેશને જઇને ફરિયાદ નોંધાવી. અને પોલીસે પણ તેઓ જે રસ્તે આવ્યા એના તમામ સ્ટેશનો પર આ સંદેશો પહોંચાડી દીધો. બીજી તરફ જંગલમાં રોડની કિનારી પર પડેલી છોકરી ભાંખોડિયા ભરી રહી હતી. તે જ્યાં પડી હતી એની નજીક જ વનવિભાગની ચેકપોસ્ટ હતી. વનવિભાગના લોકોએ સીસીટીવી કેમેરામાં જોયું કે રોડ પર ચોમેર અંધારૂ હોવાથી છોકરી ચેકપોસ્ટના અજવાળા તરફ ભાંખોડિયા ભરી રહી હતી. વનઅધિકારીઓનું કહેવુ છે કે આ રોડ પર જંગલી પ્રાણીઓ અને જંગલી હાથીઓ પસાર  થતા હોય છે એટલે સીસીટીવી દ્વારા વનવિભાગના અધિકારીઓ મોનિટરિંગ કરતા હોય છે. એ દરમ્યાન અધિકારીઓને આ છોકરી જોવા મળી અને તેઓ તેને ઊંચકીને ચેક પોસ્ટમાં લઇ આવ્યા. જો બાળકી જ્યાં અજવાળું હતું એ તરફ આવી એટલે બચી ગઇ, બાકી એની વિરૂધ્ધ દિશામાં ખાઇ હતી. અને ત્યાં એ પડી જાત તો ન થવાનું થઇ જાત. વન અધિકારીઓએ પણ નજીકના પોલીસ સ્ટેશને સંપર્ક કરીને બાળકી મળ્યાની જાણ થતાં પરિવાર સાથે તેનો મેળાપ રાતે દોઢ વાગે થઇ ગયો. બાળકીને હોસ્પિટલમાં દાખલ કરી છે કેમ કે તેને માથા અને હાથ પર વાગ્યું છે.

(3:24 pm IST)
  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST

  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST

  • આજથી વરાપ : સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના ઓછી, સિવાય કે એકાદ - બે જગ્યાએ વરસી જાય : ઈન્સેટ તસ્વીરમાં પણ વાદળો ગાયબ છે access_time 11:31 am IST