Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

આયુષ્યમાન ભારત યોજનામાં આરોગ્ય કેન્દ્રોમાં હવે નિષ્ણાંત ડોકટરો વિડીયોથી સલાહ આપશે

સરકારી મેડીકલ કોલેજો સાથે સ્થાનીક આરોગ્ય કેન્દ્ર જોડાશેઃ ગ્રામ્ય વિસ્તારના દર્દીની ઝડપી અને નિષ્ણાત તબીબો માર્ગદર્શન આપશે

નવી દિલ્હી તા. ૧૧ : આયુષ્માન ભારત યોજના અંતર્ગત સ્વાસ્થ્ય અને આરોગ્ય કેન્દ્રો હવે સરકારી મેડીકલ કોલેજ અને જિલ્લાની હોસ્પીટલ જોડાણ થઇ રહ્યું છે આ કેન્દ્રોના હવે દર્દીઓને પણ નિષ્ણાાંત તબીબો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વરા માર્ગદર્શન આપવામાં આવશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના ઇ હેલ્થ ડીવીઝન દ્વારા ટેલી મેડીસીન યોજનાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે આ યોજના અંતર્ગત નેશનલ મેડીકલ કોલેજ નેટવર્કમાં આરોગ્ય કેન્દ્રોને જોડવામાં આવશે દેશભરમાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત દોઢલાખ આરોગ્ય કેન્દ્ર ખોલવામાં આવશે આયોજના હેઠળ ર૦ હજાર કેન્દ્રો શરૂ થઇ ચુકયા છે.

આરોગ્ય વિભાગના વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે રાષ્ટ્રીય આરોગ્ય મિશનમાં ભંડોળ ઉપલબ્ધ કરવામાં આવશે. અત્યાર સુધીમાં પ૦ મેડીકલ કોલેજોનું જોડાણ થઇ ચુકયું છે.

આ યોજના અંતર્ગત દર્દીને સારી આરોગ્ય  લક્ષી સુવિધા મળી શકશે. નિષ્ણાંત અને અનુભવી ડોકટરોનું માર્ગદર્શન ગ્રામ્ય વિસ્તારના લોકોને મળશે સારવારમાં વિલંબ થવાની શકતા ટળી શકશે ૮ રાજયો માટે રપ૩ કરોડ રૂપિયા ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે.

(3:24 pm IST)