Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘમહેર યથાવત ચાલુ, માણાવદર રાજુલા વલભીપુરમાં ત્રણ ઇંચ, ઘોઘા જૂનાગઢ કેશોદ માંગરોળ ધારીમાં બે ઇંચ વરસાદ પડ્યો, મેઘાવી માહોલ વચ્ચે હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે : માણાવદર પંથકમાં નવ ઈંચ વરસાદ તૂટી પડયો, ઓઝત નદી બે કાંઠે, રસ્તાઓ ધોવાઈ ગયા સૌરાષ્ટ્રના સૌથી વધુ મોટા ભાદર ડેમ છલકાવા માં હવે ત્રણ ફૂટ બાકી, ૩૧ ફૂટે સપાટી પહોંચી, સૌરાષ્ટ્રના ૬૦થી વધુ ડેમ ઓવરફ્લો : ગુજરાત ભરમાં મેઘરાજા અનરાધાર વર્ષે છે, હવે અતિવૃષ્ટિના એંધાણ, આજે સવાર સુધીમાં ઝાપટાથી આઠ ઈંચ સુધી વરસાદ પડી ગયો : આજથી વરસાદની માત્રા અને વિસ્તારો પણ ઘટશે, ચોમાસાનું હવે ઉત્તર અને પૂર્વના રાજયો તરફ પ્રયાણ, જો કે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં બે ત્રણ દિવસ વરસાદી માહોલ જળવાઇ રહેશે, આજનો દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા : સૌરાષ્ટ્રમાં સિઝનનો સૌથી વધુ ૬૮ ઇંચ વિસાવદરમાં, બીજા નંબરે ૫૭ ઇંચ સાથે રાજકોટ, સૌથી ઓછો અગિયાર ઇંચ જેસરમાં : ગિરનાર ઉપર ધોધમાર વરસાદ પડ્યો, હસ્નાપુર ડેમ ફરી ઓવરફલો, સર્વત્ર અડધાથી ત્રણ ઇંચ વરસાદ જૂનાગઢ જિલ્લામાં ખાબક્યો : મોરબી જિલ્લામાં મચ્છુ બે ડેમ સહિત પાંચ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા : મોરબી વાંકાનેર માળિયામાં અડધોથી અઢી ઈંચ વરસાદ : દીવમાં રાત્રે પાંચ ઇંચ વરસાદ ખાબક્યો, ઠેરઠેર પાણી ભરાયા : મેઘરાજા હવે ખમૈયા કરે તો સારું, મગફળીના વાવેતરમાં ફૂગ દેખાવા લાગી : ચાર હજાર મોટર લઇ જતું તોતિંગ જહાજ દરિયામાં પલટી મારી ગયું : અફઘાનિસ્તાનમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો : ઇરાકમાં મોહરમ ના ઝુલુસમાં નાસ ભાગ,૩૧ ના મોત

(12:59 pm IST)
  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST

  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST

  • નવા મોટર વહિકલ એક્ટનો વિરોધ : બિહારના કટિહારમાં પ્લાસ્ટિકનો ડોલ માથામાં પહેરીને ચલાવાયું બાઈક ; પટનામાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ :પોલીસ પર પથ્થરમારો થયો : પોલીસ ભીડને વિખેરવા કર્યો લાઠીચાર્જ ફોટો katihar access_time 1:08 am IST