Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

પાકિસ્તાનમાં દુધનો ૧ લીટરનો ભાવ રૂ.૧૪૦ : પેટ્રોલ-ડિઝલ કરતા પણ મોંઘુ

ઇસ્લામબાદ : પાકિસ્તાનમાં જીવનજરૂરી ચીજોના ભાવ આસમાને : પેટ્રોલ-ડીઝલની સાથે દુધના ભાવ પણ સામાન્ય માણસની પહોંચની બહાર : પેટ્રોલનો ભાવ ૧૧૭.૮૩ પાકિસ્તાની રૂપિયા છે તો ડિઝલનો ભાવ ૧૩ર.૪૭ રૂ. છે જયારે ૧ લીટર દૂધનો ભાવ રૂ. ૧૪૦ થઇ ગયો છે : કરાંચી-સિંધમાં આ ભાવે દૂધ મળે છે : કેરોસીન ૧૦૩.૮૪ રૂ.ના ભાવે મળે છે : સીએનજી ૮પ.૪૦ રૂ.ના ભાવે મળે છે : ભારતના ૧ રૂપિયા બરાબર પાકિસ્તાનના ર.૧૮ રૂપિયા છે

(11:36 am IST)
  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST