Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

૪૦ લાખ નાના વેપારીઓને મળી શકે છે GST રિટર્નમાંથી છૂટકારો

સરકાર વાર્ષિક GST Return ભરવામાંથી રાહત આપી શકે છેઃ ૨૦મીએ નિર્ણય

નવી દિલ્હી, તા.૧૧: નાના વેપારીઓને વાર્ષિક ગુડ્સ એન્ડ સર્વિસિ ટેકસ રિટર્ન ભરવામાંથી કાયમી રાહત મળી શકે છે. જાણકારી મુજબ નાણા ખાતું નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના વાર્ષિક રિટર્ન ભરવામાં રાહત આપવાનું વિચારી રહ્યું છે. જેના માટે ચોક્કસ નિર્ણય ૨૦ સપ્ટેમ્બરે જીએસી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે.

નાના વેપારીઓને વાર્ષિક જીએસટી રિટર્ન ભરવામાંથી રાહત મળતા ઘણો એવો ફાયદો થવાની સંભાવનાઓ છે. નાના વેપારીઓએ GSTR-9 અને GSTR-9Aની સાથે-સાથે GSTR-9C પણ ભરવાનું હોય છે. પાંચ કરોડ રુપિયા સુધીના વાર્ષિક ટર્નઓવર વાળા વેપારીઓને રાહત આપી શકાય તેવી સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે. આંકડાઓની માનીએ તો  દેશભરમાંથી લગભગ ૩૦થી ૪૦ લાખ નાના વેપારીઓને-ટ્રેડર્સને રાહત મળશે.

સરકાર પાસે વેપારીઓના માસિક અને ત્રિમાસિક રિટર્નના આંકડા છે, ટેકનીકલ ખામીને કારણે તેની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર સુધી વધારવામાં આવી હતી. આવતા વર્ષથી E-invoive લાગૂ થતા વાર્ષિક રિટર્ન ભરવાની જરુર નહીં રહે.  GST કલેકશન ઓગસ્ટમાં ૧ લાખ કરોડ રુપિયાથી નીચે ૯૮,૨૦૨ કરોડ રુપિયા રહ્યું. GST કલેકશન જૂલાઇમાં ૧.૦૨ લાખ કરોડ રુપિયા હતું. જો કે ગત વર્ષે ઓગસ્ટના GST કલેકશનની સરખામણીમાં આ ૪.૫ ટકા વધારે છે

 

(10:12 am IST)