Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અમદાવાદમાં : મોદી સરકારના 100 દિવસની સિદ્ધિઓ અંગે ચર્ચા કરશે

રાષ્ટ્રીય એકતા અભિયાન અંતર્ગત સંમેલનમાં ઉપસ્થિત રહેશે : બુદ્ધિજીવી વર્ગ પણ જોડાશે

 

અંડિયાવાળા : કેન્દ્ર સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે ત્યારે તમામ કેન્દ્રીય મંત્રીઓ અલગ અલગ રાજ્યમા પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકારની સિધ્ધીઓ અંગે ચર્ચા કરશે. જેના ઉપક્રમે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આવતી કાલે અમદાવાદની મુલાકાતે છે.

  કેન્દ્રીયમંત્રી બપોરે 12 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજશે જ્યારે 3 વાગે દિનેશ હોલ ખાતે રાષ્ટ્રીય એકતા અભિયાન અંતર્ગત સંમેલનમા હાજર રહેશે. જેમાં બુદ્ધિજીવી વર્ગને હાજર રાખવામાં આવશે અને સરકારની 100 દિવસની સિદ્ધિ પર ચર્ચા કરશે.

(12:22 am IST)
  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST

  • આજથી વરાપ : સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના ઓછી, સિવાય કે એકાદ - બે જગ્યાએ વરસી જાય : ઈન્સેટ તસ્વીરમાં પણ વાદળો ગાયબ છે access_time 11:31 am IST

  • ૬ એકે ૪૭ સાથે ૩ આતંકી ઝડપાયાઃ જમ્મુ-કાશ્મીરમાં હથિયારો સાથે ૩ આતંકીની ધરપકડઃ આતંકીઓ પાસે ૬ એકે૪૭ રાઇફલ ઝડપાઇઃ ત્રણેય આતંકીઓ ટ્રકમાં જઇ રહયા હતાઃ લખનપુર પાસેથી ૩ આતંકીઓની ધરપકડ કરાઇઃ પંજાબથી કાશ્મીર જઇ રહયા હતા access_time 12:59 pm IST