Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

જમ્મુ સરહદે ૬ કિ.મી. સુધી દરેક ઘરમાં પાકની ગોળીઓના ઘાવ

શ્રીનગર : જમ્મુના સરહદી ગામડાઓમાં રહેનારાઓના દુઃખોનો કોઇ અંત જ નથી. જમ્મુ સરહદે જયારથી ગોળીબારની શરૂઆત થઇ ત્યારથી કેટલીય વાર ગામો ઉજ્જડ બની ગયા છે. દરેક વખતે તેઓ પાછા આવીને વસવાટ કરે છે અને ફરીથી તે ઘટનાક્રમ બનતો રહે છે.દરેક ઘરની કદાચ જ કોઇ એવી દિવાલ હોય જયાં પાકિસ્તાની ગોળીઓનું નિશાન ન હોય. બાળકોને તો સુરક્ષિત જગ્યાએ મોકલી આપે પણ પશુધનને કોના સહારે મુકવા? ઉપરાંત પાકિસ્તાન પોતાના તોપ મારાની રેન્જ વધારતું જાય છે અને પોતાનું નિશાન રહેવાસી વિસ્તાર તરફ તાકે છે.  જેના લીધે સરહદથી ૬ કિલોમીટર દુરના ગામો પણ હવે પાક તોપમારાથી સુરક્ષિત નથી રહયા.

(3:45 pm IST)