Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

હરિદ્વારમાં દર ત્રણ કલાકે ગંગાઘાટની સફાઈ કરવા હાઇકોર્ટનો આદેશ આપ્યો

હરિદ્વાર: હાઇકોર્ટે હરિદ્વારના ગંગાઘાટ પર દર ત્રણ કલાકે સફાઇ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ડીએમ હરિદ્વારને નોડલ અધિકારી બનાવ્યા છે.સાથે સિંચાઇ વિભાગ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ ઉપરાંત જલ સંસ્થાને પણ ગંગાની સફાઇ માટે ઠોસ પગલાં ભરવાના આદેશ આપ્યા છે.

કોર્ટે ગંગાની અવિરલતા માટે નાળા અને સીવરના પાણીને કોઇ પણ સંજોગોમાં ગંગા સુધી પહોંચતા રોકવાના સખત આદેશ આપ્યા છે. કોર્ટે આ આદેશ હરિદ્વાર નિવાસી નરેન્દ્ર તરફથી દાખલ કરાયેલી જનહિતની અરજીની સુનાવણી દરમિયાન આપ્યા. યાચિકામાં કહેવાયું હતું કે ઘાટોની નિયમિત સફાઇ નહીં થવાથી ગંદકી ફેલાઇ રહી છે અને ગંગામાં પ્રદૂષણ વધી રહ્યુું છે.

મંગળવારે કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂૂર્તિ રાજીવ શર્મા અને ન્યાયમૂર્તિ મનોવકુમાર તિવારીની ખંડપીઠ સમક્ષ કોર્ટ કમિશનર કેતન જોશી અને નિખિલ સિંઘલે રિપોર્ટ પ્રસ્તુત કર્યા. રિપોર્ટમાં ચોટીવાલા હોટલ પાસે નાળાં, હોટલ, કુશાવર્ત ઘાટ, ગૌઘાટમાં હજુ પણ ગંદકી હોવાનો ઉલ્લેખ કર્યો.

ખંડપીઠે આ રિપોર્ટના આધારે નગર નિગમ અને જિલ્લા પ્રશાસનને ગંદકીવાળા ઘાટ અને નાળાંઓની દર ત્રણ કલાકે સફાઇ કરવાના આદેશ આપ્યા.

આ કામની દેખરેખ માટે જિલ્લા અધિકારી દીપક રાવતને નોડલ અધિકારી તરીકે નિયુકત કરાયા. કોર્ટ કમિશનરે પોતાના રિપોર્ટમાં હરિદ્વારના ઘણા ઘાટ પર પોલિથીન મળવાનો પણ ઉલ્લેખ કર્યો. મહિલા તીર્થયાત્રીઓને કપડાં બદલવા માટે રપ રૂમ અને શૌચાલય બનાવવાના પણ આદેશ આપ્યા.

(1:12 pm IST)