Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

એસબીઆઇનો દાવો...પેટ્રોલમાં રૂ. ૩.ર૦ તથા ડિઝલમાં રૂ. ર.૩૦ ઘટાડે તો પણ રાજય સરકારને કોઇ નુકશાની થાય તેમ નથી

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવો સતત વધી રહયા છે. જેનાથી રાજય સરકારોને ફાયદો થઇ રહયો છે. એસબીઆઇએ એક રિસર્ચ કર્યો છે જેમાં ખુલાસો કર્યો છે કે ર૦૧૮-૧૯માં ૧૯ મુખ્ય રાજયોને રર૦૦૦ કરોડની વધારાની કમાણી થશે. એસબીઆઇએ આ વિષ્લેષણ ક્રુડનો ભાવ ૭પ ડોલર અને ડોલરનો ભાવ ૭ર રૂપીયો માનીને કર્યો છેઃ રીપોર્ટ અનુસાર રાજય સરકારો પેટ્રોલનો ભાવ રૂ. ૩.ર૦ અને ડીઝલનો ભાવ રૂ. ર.૩૦ ઘટાડે તો પણ રાજયોને નુકશાન નહિ થાય. જે ૧૯ રાજયો પર રિસર્ચ કરી રીપોર્ટ તૈયાર કર્યો છે ત્યાં  પેટ્રોલ પર વેટ ર૪ ટકાથી ૩૯ ટકા તથા ડીઝલ પણ વેટ ૧૭ ટકાથી ર૮ ટકા સુધી લાગે છે. હાલ કેન્દ્ર પેટ્રોલ પર ૧૯.૪૮ અને ડીઝલ પર ૧પ.૩૩ પ્રતિ લીટર ટેક્ષ લગાવે છે.(૪.૨)

(12:03 pm IST)